________________
ભગવાન પાસે આરોગ્ય, બોધિ અને સમાધિની માંગણી કરવામાં આવી છે.
વળી, ચોવીસેય ભગવાન સામે જ છે, એમ માનીને સ્તુતિ થયેલી છે. “મિથુન' નો આ જ અર્થ થાય. ચર્મચક્ષુથી ભલે પ્રત્યક્ષ ન હોય, પણ માનસ-ચક્ષુથી - શાસ્ત્ર-ચક્ષુથી -ભગવાન સાક્ષાત છે.
આ કલ્પના નથી, સત્ય છે. કારણ કે .....પ્રભુ સર્વમાં છે, સર્વત્ર છે, સર્વદા છે. પ્રભુને કોઇ પ્રતિબંધ નથી. આ રીતે ભગવાન સતત ઉપકાર કરતા જ રહે છે.
ટેલિફોન કરતાં પહેલા તમે તે વ્યક્તિના નંબર જોડો છો ને પછી તેની સાથે તમે વાત કરો છો. ભગવાનનું નામ, ભગવાનના નંબર છે. ભગવાનનું નામ લો એટલે સંપર્ક થાય જ. ત્યાં સંબંધ જોડનાર તાર છે. અહીં પ્રેમનો તંતુ જોઈએ. તો ભગવાન સાથે જોડાણ થાય જ.
ફોનમાં તો પેલો ફોન ઉપાડે તો જ વાત થઈ શકે, પણ અહીં તો ભગવાન સર્વજ્ઞ છે. આપણે જ્યાં પ્રભુમય બન્યા તે જ ક્ષણે આપણું ભગવાન સાથે જોડાણ થઈ જ ગયું. એમના કેવળજ્ઞાનના આરીસામાં બધું સંક્રાન્ત થયેલું જ છે.
કેવળજ્ઞાનના આરીસામાં આખું જગત સંક્રાન્ત હોય તો આપણે, આપણા હૃદયના ભાવો સંક્રાંત ન હોય તે શી રીતે બને ?
ઈન્દ્ર મહારાજા કહે છે : “ભગવન્... ! ત્યાં રહેલા આપ, અહીં રહેલા મને જુઓ.' ભગવાન તો જુએ જ છે, પણ આમ કહેવાથી કહેનારનો ઉપયોગ પ્રભુમય બને છે.
* ભક્તને હંમેશા લાગે : બોધિ અને સમાધિ સૌને મળો. કારણ કે મારા ભગવાનનો આવો મનોરથ હતો. ભગવાનનો મનોરથ સિદ્ધ થાય, એવું ક્યો ભક્ત ન ઈચ્છે ?
* દ્વાદશાંગી એટલે રત્ન-કરંડક, ગણિપિટક.
આ આગમના કરંડીઆમાં, આ પેટીમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ છે. એ આગમને ભણવા-ભણાવવાથી, એ મુજબ જીવવાથી પ્રભુના
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૪૩