________________
પાલીતાણા વૈશાખ સુદ-૧+૨ ૫-૫-૨૦૦૦, શુક્રવાર
जह अनियमियतुरए, अयाणमाणो नरो समारूढो ।
इच्छेइ पराणीयं अइक्कंतु जो अकयजोगो ॥११७।। (૭) મરણ-ગુણ.
* તીર્થમાં તાકત છે : નવા તીર્થકરને પેદા કરવાની. માટે જ તીર્થંકર સ્વયં તીર્થને પ્રણામ કરે છે : “મો તિસ્થસ ’ જગતને એ બતાવે છે : મારા કરતાં પણ આ તીર્થ વધુ પૂજનીય અને નમનીય
મોહનું જોર હટવાથી તીર્થ પર બહમાન આવે. મોહ વધે તેમ તીર્થ પર બહુમાન ઘટે. તીર્થનો આદર આપણને આગળ વધીને સકલ જીવો પર આદર કરાવે.
પ્રભુ સાથેનો અભેદ તો જ થઈ શકે : જે સકલ જીવ સાથે અભેદ થાય.
પ્રભુ કહે છે : મારો પરિવાર ઘણો મોટો છે. માત્ર ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી કે ૧ લાખ ૨૯ હજાર શ્રાવકો કે ત્રણ લાખથી અધિક શ્રાવિકાઓ એટલો જ પરિવાર નથી. સમગ્ર જીવરાશિ મારો પરિવાર છે. એકપણ જીવનું અપમાન કર્યું એટલે પ્રભુનું અપમાન થયું
૨૪ર એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ