SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુને ન કહે કે મને તમારાથી વધારે જ્ઞાન છે. ગુરુ મહારાજ કેટલા ઉપકારી કે “પોતાની પાસે કેવળજ્ઞાન નથી ને મને આપ્યું છે.” આવો દૃષ્ટિકોણ “તમારાથી હું મોટો એવો ભાવ આવવા જ ના દે. જો કે, આ તો આપણી દૃષ્ટિએ વિચારણા છે. બાકી, કેવળજ્ઞાનીને વિચારણા કેવી ? * દેવ-ગુરુના ગુણો પ્રત્યે પ્રેમ-આદર વધારે તેટલો આત્મગુણોનો પ્રકાશ વધારે. વિકલ્પ કરીને જાતે ધ્યાન કરી શકો પણ નિર્વિકલ્પ દશા તો દેવ-ગુરુની કૃપાથી જ આવે. * માર્ગ મળ્યો છે – માર્ગ બતાવનારા મળ્યા છે તો શા માટે પ્રમાદ ? ભક્તની ઈચ્છા હું મરી જઈશ પછી મારું શરીર માટી તો બની જ જવાનું છે. હે પ્રભુ મારી એવી ઈચ્છા છે કે એ માટીમાંથી ઉત્પન્ન થયેલ વૃક્ષ દ્વારા કોઈ સુથાર આપના ચરણની પાદુકા બનાવે. આમ મને જો તારા ચરણમાં રહેવાનું મળશે તો હું મારી જાતને જગતમાં સૌથી સૌભાગ્યશાળી માનીશ. – ગંગાધર ૨૩૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy