________________
અત્યારે આપણે દેહને આત્મારૂપે જોઇએ છીએ, જે મિથ્યાત્વને સૂચિત કરે છે. અંદર મિથ્યાત્વનો એક પણ કણ પડ્યો હોય ત્યાં સુધી દેહમાં આત્મ-બુદ્ધિ ટળતી નથી. સાત પ્રકૃતિઓ જ્યારે નબળી પડે, સમ્યકત્વ ગુણ પ્રગટે ત્યારે દેહાધ્યાસ ટળે છે.
હતાશ નહિ થતા. આ ચીજ ન મળી હોય તો મેળવવા ઉદ્યત બનજો. આ બધું હું તમને હતાશ બનાવવા નથી કહેતો, ઉત્સાહી બનીને સાધના માર્ગે આગળ વધો એ માટે કહું છું.
ક્ષમા
તમારી ભૂલોની કોઈ ઉદારતાથી માફી આપી દે, એવું તમે ઈચ્છો છો ને ? તો તમે બીજાની ભૂલોને માફ કરતાં શા માટે અચકાઓ છો ?
મનુષ્યનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.
ક્રોધની આગથી જીવન રેગિસ્તાન બને છે. ક્ષમાના અમૃતથી જીવન વસંત બને છે. તમારે જીવનને કેવું બનાવવું છે ?
ક્રોધની આગને ઠારનારું ક્ષમાનું શસ્ત્ર જેના હાથમાં છે, તેનો હંમેશા જય થતો જ રહે છે. ક્ષમાશીલને પરાજિત કરવાની તાકાત કોની છે ?
કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૧૯