________________
આ બધું જીવનમાં ઉતારવા માટે છે. નવી પેઢીને આ વાતની કોઈ ખબર નથી.
* પર્વતિથિએ નવા નવા દેરાસરોએ જવાની ટેવ, એમના કારણે અમારામાં પડી.
* એક વખત પૂ. પં. ભદ્રંકર વિજયજી મ.એ કહ્યું : વિશેષાવશ્યક ભાષ્ય, નમસ્કાર નિયુક્તિમાં નવકારનું અદૂભુત વર્ણન વાંચીને થયું : ઓહ ! નવકાર આવો મહાન છે ! બધા સૂત્રો તો આપણે ક્યારે ભાવિત બનાવવાના ? એક નવકાર તો ભાવિત બનાવીએ !
નવકારને આત્મસાત્ કરનાર ભેદનયથી શ્રુતકેવળી કહેવાય. અભેદનયથી ૧૪ પૂર્વી શ્રુતકેવળી કહેવાય.
* અત્યારે પૂ. દેવેન્દ્રસૂરિજીના ગુણાનુવાદ કર્યા, નવપદની ઢાળમાં જેની અનુપ્રેક્ષા કરીએ છીએ, તેવા ગુણોના એ સ્વામી હતા.
* ઉત્તમ આલંબન મળવાથી, માહાભ્ય સાંભળવા મળવાથી અરિહંત, આચાર્ય આદિ પ્રત્યે આપણો આદર વધે છે. આદર વધતાં તેમના ગુણો આપણામાં સંક્રાન્ત થાય છે.
સિદ્ધચક્રપૂજનમાં વિધિકાર જેમ આચાર્ય આદિની પૂજા કરે, પણ ઘણીવાર વંદન કરવા ન આવે, તેવું આપણે અહીં નથી કરવું.
* અરિહંતાદિનું સ્વરૂપ સાંભળીને, પછી એ પદો આપણામાં ચિંતવવા જોઈએ. એમ થતાં આપણો આત્મા સ્વયં નવપદ બની જાય.
પાણી જેવો સ્વભાવ છે, ધ્યાનનો. જ્યાં જાય તેવો આકાર પકડી લે. દૂધમાં પાણી નાખો તો પાણી દૂધ જેવું બની જાય. આમાં દૂધની શક્તિ કે પાણીની શક્તિ ? બન્નેની શક્તિ ! દૂધની જગ્યાએ પાણીને ગટરમાં નાખો તો ? દૂધમાં પાણીની જગ્યાએ પેટ્રોલ નાખો તો ? આપણે સૌ કર્મની સાથે દૂધ- પાણીની જેમ ભળેલા છીએ,
કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૪૫