________________
આમાં કર્મની શક્તિ કે આત્માની ?
જીવમાં ક્ષીર-નીરરૂપે પદાર્થ સાથે ભળવાની શક્તિ છે.
હંસની ચાંચ દૂધ-પાણીને અલગ કરી શકે. નવપદનું ધ્યાન કર્મ-જીવને અલગ કરી શકે.
કર્મ સાથે મળી જવાની શક્તિ હોય તો પ્રભુની સાથે મળી જવાની શક્તિ ન હોય તેમ શી રીતે બની શકે?
કર્મ સાથે મળવાની શક્તિ તે સહજમળ છે. પ્રભુ સાથે મળવાની શક્તિ તે ધ્યાન છે.
ઘણા પદાર્થો દિહાદિ] સાથે આપણે મળ્યા છીએ, પણ પ્રભુ સાથે કદી મળ્યા નથી. પ્રભુ સાથે મળવાની શક્તિ તથાભવ્યતાના પરિપાકથી મળે છે. તથાભવ્યતાનો પરિપાક કર્મ સાથે મળવાની શક્તિ તોડે, પ્રભુ સાથે જોડે.
તથાભવ્યતાના પરિપાક પ્રમાણે આપણે પ્રભુને મળી શકીએ. પાણી દૂધ સાથે રહે ત્યાં સુધી તે દૂધ જ કહેવાય. અપેક્ષાએ જીવ પ્રભુ સાથે રહે ત્યાં સુધી તે પ્રભુ જ કહેવાય.
ઉપાધ્યાય પદ : * ઉપાધ્યાય સૂત્રથી, આચાર્ય અર્થથી ભણાવે.
ઉપાધ્યાય ભલે આચાર્ય નથી, પણ આચાર્યને અને ગણને સતત સહાયક બનતા રહે છે. રાજાના મંત્રી સમજી લો.
ઉપાધ્યાય, આચાર્ય પાસે બાળક જેવા વિનીત બનીને ગ્રહણ કરે છે ને સાધુઓને આપે છે.
૫ x ૫ = ૨૫. ૨૫ X ૨૫ = ૬૨૫.
આટલા ગુણોના ધારક ઉપાધ્યાય છે. કવાદી હાથીને હટાવવામાં ઉપાધ્યાય સિંહ સમાન છે. ગચ્છને ચલાવવામાં ઉપાધ્યાય તંભભૂત
છે.
| | ઉપાધ્યાય એટલે ચિત્કોશ ! જ્ઞાનનો ખજાનો ! ઉપાધ્યાય નવ
૧૪૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ.