________________
“संपूर्ण-मंडल शशांक कला-कलाप
शुभ्रा गुणास्त्रिभुवनं तव लङ्घयन्ति"
“ભગવદ્ ! ચન્દ્ર જેવા તારા શુભ્ર ગુણો ત્રણેય ભુવનમાં ફેલાઈ ગયા છે.'
આ રીતે ભગવાન ગુણ અને જ્ઞાનથી વ્યાપક છે. આ અપેક્ષાએ ભગવાન ક્યાં નથી ?
જ્યાં જ્યાં પ્રકાશ છે, ત્યાં ત્યાં સૂર્ય છે જ. ત્યાંથી [પ્રકાશના સ્થાનથી] તમે જુઓ. સૂર્ય દેખાશે.
જ્યાં જ્યાં ગુણો છે, ત્યાં ત્યાં ભગવાન છે જ. ગુણ-ગુણીનો અભેદ છે.
વળી, ભગવાન સમુદ્યાતના ચોથા સમયે આત્મ-પ્રદેશોથી સર્વ લોકવ્યાપી બને જ છે. આખા બ્રહ્માંડમાં ફેલાઈ જતા ભગવાન આપણા ઘટમાં પણ આવે જ છે ને ?
આપણે આ જાણીએ છીએ, છતાં ભગવાનનું અન્તર્યામિત્વ સ્વીકારવા તૈયાર નથી.
ભગવાન ભલે સમુદ્દાત પોતાના માટે [કર્મક્ષય માટે] કરતા હોય, પણ આપણા માટે આ ઘટના ઘણી ઉપયોગી છે.
જૈનેતર દર્શનમાં દેહરૂપે ભગવાન ભક્ત પાસે આવે છે. પણ અહીં સમુદ્દઘાતમાં તો આત્મપ્રદેશોથી વિશ્વના સર્વ જીવોને જાણે મળવા આવે છે. શક્રસ્તવમાં ભગવાનનું એક વિશેષણ છે : વિશ્વ રૂપાય | ભગવાન વિશ્વરૂપ છે.
ભગવાને આપણાથી કદી ભિન્નતા નથી રાખી, આપણે જરૂર રાખી છે. માએ પુત્ર સાથે કદી જુદાઈ નથી રાખી. પુત્રે જરૂર રાખી હશે. ભગવાન તો આખા વિશ્વની માતા છે, જગદંબા છે. જગતની મા મોક્ષમાં જતાં પહેલા આપણને મળવા કેમ ન આવે ? આ જાણશો તો ભગવાનનું અપાર વાત્સલ્ય સમજાશે.
ભગવાન પાસે કેવળજ્ઞાનનું વિશાળ દર્પણ છે, જેમાં ત્રણે કાળનું વિશ્વ પ્રતિબિંબિત છે. તો ભક્તિ કરતાં આપણે ભગવાનમાં
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૮૧