SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો છે. * આશ્રવથી દૂર થાઓ સંવરમાં સ્થિર થાઓ. આ જ એક માત્ર પ્રભુની મુખ્ય આજ્ઞા છે. સમ્યગુદર્શન આવતાં જ વિચારોમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે ને કોઇ પણ કાર્ય કરતાં પહેલા તે વિચારે છે : આ મારા ભગવાનની આજ્ઞા છે ? હું આજ્ઞામાં છું કે આજ્ઞાથી બહાર છું ? . આટલો જ વિચાર તમને ઘણા અકાર્યોથી અટકાવી દેશે. ' * શરણાગતિ, દુષ્કૃત-ગહ, સુકૃત-અનુમોદના -આરાધનાના આ ત્રણ સોપાનો મોહને હટાવવા માટેના શ્રેષ્ઠ ઉપાયો છે. * “શરીર એ હું, શરીર સાથે સંકળાયેલા મકાન, દુકાન, પરિવાર આદિ મારા' આવી વૃત્તિ મોહ તરફથી મળેલું વળગણ છે. એને તોડવા એનાથી વિપરીત ભાવના જોઈએ. હું એટલે આત્મા. મારું એટલે જ્ઞાનાદિગુણો. આ મોહને જીતવાનો પ્રતિમંત્ર છે. અત્યાર સુધી હંમેશા મોહ જીતતો રહ્યો છે. આપણે હારતા રહ્યા છીએ. હવે મોહને હરાવવાનો છે. * ગઇકાલે પ્રશ્ન હતો : ““મહારાજ ! આવતી કાલે અભિષેકનું ગોઠવ્યું છે. વરસાદ ચાલુ રહેશે તો ઉપર [ગિરિરાજ પ૨] શી રીતે જવાશે ?' મેં કહેલું : ભગવાનની મરજી હશે તેમ થશે. આજે તમે જોયું ને ? સવારે 8 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો. પણ પછી બંધ. ઉપર આરામથી જઈ શકાયું, નીચે પણ આવી ગયા. ત્યાં સુધી એક છાંટો પણ ન આવ્યો. પછી ફરી વરસાદ ચાલુ ! ભગવાન આપણી આટલી સંભાળ લેતા હોય તો આપણે ચિંતા કરવાની જરૂર શી ? - “સાત મહાભય ટાળતો સપ્તમ જિનવર દેવ.” કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪પપ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy