SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતના સ્થાને ભોજ-આટલો ફેરફાર કરો. ધનપાલે ન સ્વીકારતાં રાજાએ તેને [પુસ્તકને ભસ્મીભૂત કર્યું. કવિપુત્રી તિલકમંજરીની યાદ શક્તિથી એ ગ્રન્થ પુનર્જીવિત થયો. પુત્રીના નામ પરથી એ ગ્રન્થનું નામ “તિલક મંજરી' પડ્યું. અમારા ધ્યાન વિચાર ગ્રન્થનું પણ એવું જ થયેલું. ઉજ્જૈન વખતે સિં. ૨૦૩૮] પ્રેસવાળાએ તેની હસ્તપ્રત ખોઈ નાખી. મને થયું ઃ હશે, ભગવાનની તેની મરજી હશે. એમાં પણ કંઈક શુભ સંકેત હશે. પુસ્તક જેવું લખાવું જોઈએ તેવું નહિ લખાયું હોય. અમે ફરીથી લખવું શરૂ કર્યું. પહેલાથી પણ સુંદર રીતે લખાઈને એ “ધ્યાન વિચાર' ગ્રન્થ પ્રગટ થયો. પુસ્તક ભલે ઉપાય છે, પણ બધું પુસ્તકના ભરોસે ન રહેવું જોઈએ. * મોક્ષમાં તો જવું છે, પણ અત્યારે નહિ. દીક્ષા તો લેવી છે, પણ અત્યારે નહિ. મોટાભાગના લોકોની માનસિકતા આવી હોય છે. એના આવા વિચારમાં જ આખી જીંદગી પૂરી થઈ જાય છે. શુભ વિચાર કદી મૂલતવી ન રાખો. અશુભ વિચારોને હંમેશા મૂલતવી રાખો. * અત્યારે વાચનામાં ચંદાવિય ગ્રન્થ જેિ પીસ્તાલીશ આગમમાંનું એક છે.] ચાલે છે. આ ગ્રન્થમાં મુક્તિ પ્રાપ્તિના શ્રેષ્ઠ ઉપાયો બતાવાયા છે. અત્યારે સમાધિ મરણનો વિષય ચાલે છે. મૃત્યુ, સમાધિમૃત્યુ ક્યારે બને ? આપણું હૃદય નિઃશલ્ય બને, ૧૮ પાપસ્થાનકોથી મુક્ત બને ત્યારે. અઢારેય પાપો, મોક્ષમાર્ગના સંસર્ગના વિદ્ગભૂત કહેવાયા છે: મુવીમા સમાવિષગાડું ' એ દૂર કર્યા વિના આપણો માર્ગ કદી મુક્તિગામી ન બની શકે. અઢારેય પાપો પ્રાયઃ મોહનીય કર્મ-જન્ય છે. મોહનો ત્યાગ ૪૫૪ & કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy