________________
શકીએ. નિર્મળતા પ્રમાણે યોગ્યતા પ્રગટે. યોગ્યતા પ્રમાણે ધર્મ મળે.
* નવપદની શાશ્વતી ઓળીનો આજે પ્રથમ દિવસ છે. ગળથુંથીથી જ આપણને આવા અનુષ્ઠાનો પ્રતિ પ્રેમ હોય છે.
આત્મા નવપદમય ન બને ત્યાં સુધી પુનઃ પુનઃ આ ઓળી કરતા રહેવાનું છે. માટે જ આ ઓળી દર છ મહિને આવતી જાય છે ને કહેતી જાય છે : હું આવી ગઇ છું. હજુ તમે નવપદમય બન્યા નથી.
* નવપદમાં મુખ્ય અરિહંત-પદ છે. બાકીના આઠેય પદો અરિહંતને જ આભારી છે.
કોઈપણ યંત્ર-મંત્રાદિમાં અરિહંત જ કેન્દ્રસ્થાને હોય છે. શા માટે ? અરિહંતમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યનો ખજાનો છે તેમ તેઓમાં પુણ્યનો ખજાનો પણ છે. જેનાથી ઘણા લોકો આકર્ષિત થઈ ધર્મના રાગી બને છે.
* આપણો ભક્તિનો રંગ કેવો ? હળદરીયો કે ચોળમજીઠનો? તડકો લાગતાં જ ઊડી જાય તે હળદરીયો રંગ ! થોડીક જ પ્રતિકૂળતા આવતાં ચાલ્યો જાય તે હળદરીયો ધર્મ !
* તમે કયા ભરોસે બેઠા છો ? ભારતની જેમ આરીસાભુવનમાં બેઠા-બેઠા કે મરુદેવીની જેમ હાથી પર બેઠા-બેઠા કેવળજ્ઞાન મળી જશે, એમ માનો છો ? મુમુક્ષુપણામાં હજુએ નિયમો હતા, અહીં આવ્યા પછી બધા નિયમો અભરાઇએ મૂકી દેવાના ? હવે કોઈ જ જરૂર નથી ? દીક્ષા મળી ગઈ એટલે પતી ગયું ?
દીક્ષા લીધા પછી વૈરાગ્યનો રંગ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે ?
* અષ્ટ પ્રાતિહાર્યાદિની સમૃદ્ધિ સાધનાનું ફળ છે, કાર્ય છે. ભગવાનની આ ઋદ્ધિ પણ પ્રસિદ્ધિ આદિ માટે નહિ, પણ વિશ્વોપકાર માટે જ હોય છે.
* જ્યારે જે વખતે જે સંયોગો મળે તે વખતે સમતા [ચિત્તની સ્વસ્થતા] ટકાવી રાખવી તે મોટી કળા છે, જે તીર્થકરના જીવનમાં સિદ્ધ થઈ ગયેલી દેખાય.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૧૧૧