________________
વર્ષનું સુખ દેવલોકનાં સુખ સાથે સરખાવ્યું છે. પછી તો સાધુનું સુખ એટલું વધી જાય કે અનુત્તર દેવોનું સુખ પણ ક્યાંય પાછળ રહી જાય.
* લેશ્યાઓ જેમ જેમ વિશુદ્ધ થતી જાય તેમ તેમ જીવનમાં મધુરતા [ઘણા સાધકો કહે છે કે મને આજે મીઠાશનો અનુભવ થયો. આ મીઠાશ તે વેશ્યાના પુદ્ગલોથી થયેલી સમજવી. ઉત્તરાધ્યયનમાં જગતના ઉત્તમ મીઠા પદાર્થો જેવી મધુરતા શુભ લેશ્યાઓની કહી છે.] વધતી જય. જેમ જેમ વેશ્યાઓ અશુદ્ધ બને તેમ તેમ જીવનમાં કડવાશ વધતી જાય.
આવા સતત વર્ધમાન પરિણામવાળા સાધુથી જ આ જગત ટકી રહ્યું છે. પોતાનાથી ડબ્બલ મોટો લવણ સમુદ્ર જંબુદ્વીપને ડૂબાડી દેતો નથી, તે આવા સાધુઓનો પ્રભાવ છે.
ભગવાન તો જગતના નાથ છે જ, પણ એમના આવા ઉચ્ચ સાધુઓ પણ જગતના નાથ બને છે. કારણ કે પરમાત્માની ઝલક તેમના આત્મામાં ઊતરી છે. પ્રભુનો પ્રભાવ તેમનામાં ઊતર્યો છે.
આવા મુનિને “કરુણાસિંધુ' કહ્યા છે. તમે ગૃહસ્થો દીનદુઃખીને જોઈને પૈસા આદિ દ્રવ્ય પદાર્થોનું દાન કરો છો, પણ સાધુઓ શાનું દાન કરે છે ?
અપ્રમત્ત ગુણઠાણે રહેલા આવા સાધુઓ માત્ર પ્રભુના ધ્યાનમાં બેઠા હોય તો પણ જગતનું ઉત્કૃષ્ટ કલ્યાણ થયા જ કરે. એ માટે ન વાસક્ષેપની જરૂર પડે, ન આશીર્વાદની જરૂર પડે.
* સાધુઓ જગતનું કલ્યાણ કરે છે, તેમાં પણ ભગવાનનો જ પ્રભાવ કામ કરી રહ્યો છે. અરિહંતના ધ્યાનમાં રહે તે જ સાધુ કહેવાય. આવા સાધુ, ઉપાધ્યાય કે આચાર્યને કરેલો નમસ્કાર પણ સર્વ પાપનો નાશક બને. નવકારમાં લખ્યું છે : .
“gો વંવ નમુવારો | લવ્ય પાવપૂMાસો ”
આ પાંચેયનો [માત્ર અરિહંત જ નહિ નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. * મૃત્યુ સમયે બધું ભૂલાઈ જશે; જ્યારે નાડીઓ ખેંચાતી
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦