________________
મંગાવનાર ગોચરી ન વાપરે તો લાવનારનો ઉત્સાહ મંદ પડી જાય. તમે અમારી વાત ન સાંભળો, જીવનમાં ન ઉતારો તો અમારો. ઉત્સાહ મંદ ન પડે ?
* “અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા....!”
સાધુને સમતાના સમુદ્ર કહ્યા છે. સમુદ્ર ન બનો તો કાંઈ નહિ, સરોવર તો બનો, કૂવા તો બનો... એ પણ ન બને તો ખાબોચીયું તો બનો. સમતાનો છાંટોય ન હોય એવું સાધુપણું શા કામનું ?
ઝાંઝવાના જળ દૂરથી જળની ભ્રાન્તિ કરાવે, પણ પાસે જઈને જુઓ તો કાંઈ નહિ. આપણી સમતા આવી ભ્રામક નથી ને ? સમતાના સમુદ્રના નામે કેવળ મૃગતૃષ્ણા નથી ને ?
* જળ તરસ, દાહ, મલિનતા દૂર કરે.
અગ્નિ ઠંડી દૂર કરે. પવન પ્રાણ બને. ધરતી આધાર આપે. વૃક્ષ ખોરાક, મકાન, છાયા, ફળ વગેરે આપે. વાદળ પાણી આપે. સૂરજ પ્રકાશ આપે. ચન્દ્ર શીલતતા આપે.
ચંદન સુવાસ આપે. સાધુ શું આપે ? અભયદાન, જ્ઞાન-દાન.
અન્નદાન કે ધનદાનથી ક્ષણિક તૃપ્તિ થાય, પણ જ્ઞાનદાન કે અભયદાનથી થાવજીવ તૃપ્તિ થાય.
સર્વ જીવોને અભયદાન આપનારો સાધુ સમગ્ર બ્રહ્માંડમાં શાન્તિની ઉદ્ઘોષણા કરે છે. સાધુ જાહેર કરે છે : હું હવે કોઈને ત્રાસરૂપ નહિ બનું.
૩૦૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ