________________
કષ્ટ પડે એટલે કોઈપણ કષ્ટકારી અનુષ્ઠાનથી દૂર ભાગનારા આના પર વિચારે.
મરણ વખતે અસમાધિ થઈ તો શું થશે ? આર્તધ્યાન ! આર્તધ્યાનમાં એક જ વિચાર હોય : મારું આ શરીર કેમ બચે ? ડૉક્ટર બોલાવો. વૈદો બોલાવો. બાટલા ચડાવો. ગાડીમાં લઈ જાવ.
આજે આ વ્યવહાર થઈ ગયો છે. ન કરવામાં આવે તો લોકો કહે : મહારાજને મારી નાખ્યા !
આ બધાથી બચવા જેવું છે. આર્તધ્યાનથી અસમાધિ...! અસમાધિથી દુર્ગતિ ...! એકવાર દુર્ગતિમાં ગયા પછી ક્યાં ઠેકાણું પડવાનું ?
ખીણમાં પડી ગયેલો માણસ કદાચ બચી શકે, સમુદ્રમાં ડૂબી ગયેલો માણસ કદાચ કિનારે આવી શકે, પણ દુર્ગતિની ખીણમાં ગબડી પડેલા માટે સદ્ગતિના શિખર પર પહોંચવું મુશ્કેલ છે.
એક મૃત્યુનો વિચાર રોજ આવે તો અપ્રમત્ત દશા આવતાં વાર ન લાગે.
મને પોતાને મૃત્યુની નિકટતાનો બે વાર અનુભવ થયેલો છે ? ૨૦૧૬માં તથા ૨૦૫૦માં !
તપ, જપ, ધ્યાન, સેવા, પરિષહ આદિ દ્વારા જેણે પોતાના આત્માને અત્યંત ભાવિત બનાવ્યો છે, તેના માટે સમાધિ સુલભ
બીજાને સમાધિ આપો તો તમને સમાધિ મળશે. અત્યારે ગુરુને જ્યારે તમારી સેવાની ખાસ જરૂર છે, ત્યારે તમે અળગા રહો તો સમાધિની કામના છોડી દેજો.
સેવાથી સમાધિ મળશે.
પૂ. ગુરુદેવ મણિવિજયજીની આજ્ઞા સ્વીકારી નૂતન મુનિ શ્રી સિદ્ધિવિજયજી [પૂ. સિદ્ધિસૂરિજી- પૂ. બાપજી. મ.] અન્ય સમુદાયના રત્નસાગરજી મહારાજની સેવા કરવા સુરત ગયેલા.
પર જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ