SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નથી લેતું. કદાચ કોઈ પરીક્ષા લે તો આપણે પાસ થઈ જઈએ ખરા? આત્માનું લક્ષણ ઉપયોગ રાખ્યું, સમતા નહિ. શા માટે ? સમતા સદાકાળ નથી હોતી. એને સાધના દ્વારા પ્રગટાવવી પડે છે. આ સામાયિક સમતા પ્રગટાવવા માટે છે. * ધન્ય શાસન ! ધન્ય સાધના ! એવો અહોભાવ પણ હૃદયમાંથી ઊઠે તો પણ આપણું કામ થઈ જાય. આ શાસનની અપભ્રાજના થાય, એવું આપણાથી શી રીતે થઈ શકે ? અમદાવાદની હાલત જાણો છો ને ? સાધ્વીજીઓને કોઈ પોતાની સોસાયટીમાં રાખવા તૈયાર નથી. ફરીયાદ છે : ગંદવાડ બહુ કરે. એક તો જગ્યા આપીએ ને ઉપરથી ગંદવાડ સહવો ? આવો વિચાર સ્વાભાવિક રીતે લોકોને આવી જાય. તમે આ ધર્મશાળાને ગંદી બનાવો તો બીજીવાર ઊતરવા મળે? સંઘોમાં અમને ઘણીવાર અનુભવ થયો છે : એક વખત સંઘને ઉતરવા સ્કૂલ આપ્યા પછી બીજીવાર આપતા નથી. કારણ આ જ છે. આપણે એક ડગલાથી બે ડગલા આગળ જવા તૈયાર નથી. સામાન્ય માનવીય સભ્યતા પણ શીખ્યા નથી તો લોકોત્તર જૈન શાસનની આરાધના શી રીતે કરી શકીશું ? આપણા નિમિત્તે જૈન શાસનની અપભ્રાજના થાય, કોઈને સાધુ-સાધ્વી પ્રત્યે દુર્ગાછા જાગે, એના જેવું બીજું કોઈ પાપ નથી. * હૃદયમાં સમતા દ્વારા જેટલો મૈત્રીભાવ વિકસિત થયો હોય તેટલી અંતરમાં મધુરતા અનુભવાય છે. લીમડામાં મીઠાશ ખરી ? લીમડાની ચટણી કોઈ બનાવે તો તમે વાપરો ? કષાયો આવા કડવા હોય છે, છતાં આપણે કષાયો કરતા રહીએ છીએ, એ કેટલું આશ્ચર્ય છે ? ૨૧૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy