________________
બાર નવકાર ગણો. એમના ખાસ બાર નવકાર હતા. બાર નવકારનો પ્રચાર એમણે જ કરેલો છે. [બધાએ બાશ નવકાશ યા.] એમની થોડી પ્રસાદી આરોગીએ.
તમારામાંથી ઘણાએ પૂ. પં.મ.ને જોયા હશે, સાંભળ્યા હશે.
મને એમની સાથે ત્રણ ચાતુર્માસનો લાભ મળ્યો. શેષકાળમાં પણ લાભ મળ્યો.
જિનશાસનના જ્ઞાતા જ નહિ, પણ અનુભવી આ મહાપુરુષની છાયા મેળવવા બીજું બધું ગૌણ કર્યું.
એમની પાસે રહેવાથી અનેકાનેક લાભ મળ્યા. વર્ષો સુધી ગ્રંથોના ગ્રંથો વાંચવાથી મળે તે સહજમાં એમની પાસેથી મળી જતું.
આટલી સાધના વચ્ચે પણ આશ્રિતોના યોગ-ક્ષેમની ચિંતા, સંઘના કલ્યાણ અંગેની ચિંતા, જિજ્ઞાસુઓને પ્રત્યક્ષ અને પરોક્ષ [પત્ર દ્વારા] માર્ગ-દર્શન, સુવિશાળ વાંચન, વાંચન પછી નોટમાં લખાણ, સતત નવકારની અનુપ્રેક્ષા વગેરે એમની ઊડીને આંખે વળગે તેવી વિશેષતાઓ હતી. - એક નોટ મને પણ આપેલી. મેં હજુ પણ એ સાચવી રાખી છે. તેમાં ક્રોધ-નિવારણની કળા દર્શાવી છે. તમારે જોઈએ છે ?
ચાલો, આપણે એમનું ચિંતન વાગોળીએ : ક્રોધનો આવેશ આવે ત્યારે શું કરવું ?
ક્રોધ કરીને ઘણીવાર આપણે આનંદ અનુભવીએ છીએ. ક્રોધ કર્યો માટે કામ થયું – આમ ઘણીવાર માનીએ છીએ.
આ જ મિથ્યાત્વ છે.
ભગવાને જેનું નિવારણ કરવાં કહ્યું, તેને જ પ્રોત્સાહન આપીશું ? ક્રોધનો આવેશ આવે ત્યારે ભગવાનનું નામ લેજો. નામ લેતાં જ ભગવાન આવશે. ભગવાન આવે ત્યાં ક્રોધનો શેતાન ઊભો જ ન રહી શકે.
ક્રોધ શાથી ઉત્પન્ન થાય છે ? તે જુઓ. - આપણી કામના પૂર્ણ ન થવાથી ક્રોધ આવે છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૦૦