SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને બે રૂમ જોઈતા'તા એક જ મળ્યું. ભલામણ કરી તોય ટાઈમસર બોક્ષ આવ્યું નહિ. ઈષ્ટ ગોચરી મળી નહિ. સમયસર મળી નહિ. શિષ્ય કહેલું માન્યું નહિ. હવે વિચારો : - આ કામના શાથી થઈ ? અજ્ઞાનના કારણે. આત્માના અજ્ઞાનમાંથી જ કામનાઓ જન્મે છે. અજ્ઞાન શાથી ઉત્પન્ન થાય ? અવિવેકથી ઉત્પન્ન થાય. વિવેકથી અજ્ઞાન જાય. જ્ઞાનથી કામના જાય. કામના જતાં ક્રોધ પણ જાય. મારું નામ બીજા કોઈએ આપેલું છે, એ નશ્વર નામ માટે કોઈ ગમે તેમ બોલે તેમાં મારે આટલો ગુસ્સો શા માટે કરવાનો ? દેખાય છે તે શરીર છે. આત્મા છે તે દેખાતો નથી. આ જ્ઞાન આપણને વિવેક આપે છે. હું – મારું' આ મોહનો મંત્ર છે. તેને આપણે “હું શરીર નથી, મારું આ બહારનું કશું નથી”. એ પ્રતિમંત્રથી જીતવાનો છે. આ વિવેક ભગવાન, ગુરુ અને શાસ્ત્રથી મળે છે. સાધુમાં ક્ષમા આદિ હોય, અવિવેક ક્યાંથી હોય ? હોય તો અઢાર હજાર શીલાંગમાંના અંગોનો ભંગ થાય. * ક્રોધનો આવેશ આવે ત્યારે શું કરવું ? (i) આવેશ આવે છે એ જણાતાં જ એ સ્થાન છોડી દેવું. (i) એ વ્યક્તિ અને એ વાત ભૂલી જવી, ભૂલવા પ્રયત્ન કરવો. ન ભૂલાય તો મનને બીજે ઢાળવા પ્રયત્ન કરવો. ૨૦૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy