SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૯ ૧૦-૭-૨૦eo, સોમવાર * ભગવાન કૃતકૃત્ય છે, પછી તીર્થસ્થાપના શા માટે કરે ? તીર્થકર નામકર્મ ખપાવવા જ તીર્થસ્થાપના કરે છે, એટલું વિચારીને બેસી જાવ તે બસ નથી. આ વિચારથી તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ નહિ જાગે. ભગવાને તો પોતાના કર્મને ખપાવવા તીર્થ સ્થાપ્યું. આમાં કરુણા ક્યાં આવી ? આવો વિચાર ભક્તિ જાગવા દે ? ભગવાનનો પોતાનો દૃષ્ટિકોણ આપણે અપનાવી લઈએ તો કદી ભકિત-માર્ગમાં પ્રવેશી શકીએ નહિ. ભગવાને પરમ કરુણા કરી આ તીર્થની સ્થાપના આપણા જેવાના ઉદ્ધાર માટે કરી છે, આ વિચાર જ હૃદયને કેવો ગગ બનાવી દે છે ? આવા વિચાર વિના ભક્તિ નહિ જાગે, સમર્પણભાવ નહિ જાગે. * ભગવાનની ભક્તિ વિના કર્મો નહિ ઓગળે. કર્મો ઓગળ્યા વિના અંદર રહેલા પરમાત્મા નહિ પ્રગટે. આપણે કર્મો સતત બાંધતા જ રહીએ છીએ. અત્યારે પણ કર્મોનું સતત બંધન ચાલુ જ છે. કેટલાક કર્મો તો એવા હોય છે : જે ઉદયમાં આવીને ખપે તો છે, પણ સમૂળા જતા નથી, પોતાની કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૯૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy