________________
પકડવું.]
કોઈ એકાદ પદથી પણ જો તમારો સંવેગ વધતો હોય, અંદર . ચોટ લાગતી હોય, તો એ પદ જ તમારું સાચું જ્ઞાન છે. એ પદને બરાબર પકડી રાખો. [ગાથા-૯૩.]
એક પદ પણ એના માટે દ્વાદશાંગીનો સાર બની જાય.
ચિલાતીપુત્ર માટે ઉપશમ, વિવેક, સંવર આ ત્રણ જ શબ્દ, માષતુષ મુનિ માટે માત્ર બે જ વાક્ય, આત્મ-કલ્યાણના કારણ બન્યા હતા.
તમે નવકારને પણ પકડી શકો. જ્ઞાનસારાદિ ગ્રંથોના કોઈ એકાદ શ્લોકને પણ પકડી શકો. દા.ત. “સ્વદ્રવ્ય //પર્યાય - વ વર્ષો પ૨ISન્યથા |
તિ વત્તાત્મ સન્તુષ્ટિ - પૃષ્ટિ જ્ઞનસ્થિતિર્મુ : ” “સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વ પર્યાયની ચર્યા જ શ્રેષ્ઠ છે.” આ જ સર્વ જ્ઞાનનો સાર છે.” - જ્ઞાનસાર
પણ માત્ર શાબ્દિક જ્ઞાન ન ચાલે. એ હૃદયથી ભાવિત થવું જોઈએ. ગોચરીમાં માત્ર ભોજનના નામ નથી ગણાવતા, એનું પાલન કરીએ છીએ. એટલે કે આરોગીએ છીએ.
એક વાક્ય પણ જો ભાવિત બનીને હૃદયમાં પ્રતિષ્ઠિત બને તો એ જીવનભર માટે દીવાદાંડીરૂપ બની જાય. ગુરુ બની જાય, ભટકતા જીવનને સન્માર્ગે વાળનાર બની જાય.
સમયે ગોમ મા પમાયા !” આવું વાક્ય પણ દીવાદાંડીરૂપ બની શકે.
હું મારો જ અનુભવ કહું.
“પ્રીતલડી બંધાણી રે....” આ સ્તવન હું માંડવી [ વિ. સં. ૨૦૪૨] થી ૧૪ વર્ષથી લગાતાર બોલું છું. દિવસમાં ત્રણથી ચાર વાર બોલું છું. જેમ જેમ બોલું છું તેમ તેમ નવા ને નવા ભાવો સ્ફરતા જાય છે. વૈદ પીપર જેમ જેમ ઘુંટે તેમ તેમ તેની તાકાત વધતી જાય,
૧૦૬ કહ્યું કલાપૂર્ણસૂરિએ