________________
આવશે જ. પણ ચારિત્ર [માત્ર વેષ ] હોય ને સમક્તિ નહિ હોય તો તેવું ચારિત્ર મોક્ષ નહિ આપે.
सिज्झति चरणरहिआ, दंसण - रहिआ न सिज्झति । ચારિત્ર [સાધુ-વેષ] વગરના ભરતાદિ કેવળજ્ઞાન પામ્યા છે, પણ સમક્તિ વગરના કેવળજ્ઞાન પામ્યા હોય તેવું આજ સુધી બન્યું નથી.
* જીવનભર પણ તમે ક્ષમા રાખી હોય તો પણ એ ભરોસામાં નહિ રહેતા કે આ ક્ષમા હવે જવાની જ નથી. થોડીક જ તક મળી ને આપણે ગાફેલ રહ્યા તો ક્રોધ ભભૂકી ઊઠવાની પૂરી સંભાવના છે. કારણ કે આપણા ગુણો ક્ષાયિક નથી, ક્ષાયોપશમિક છે. ક્ષાયોપમિક ગુણો એટલે કાચની બરણી ! કાચની બરણીને સાચવો નહિ તો તૂટતાં વાર શી ?
યથાખ્યાત ચારિત્રમાં [૧૧મા ગુણઠાણે] આવી ગયેલા ૧૪ પૂર્વી પણ પડી શક્તા હોય..ઠેઠ મિથ્યાત્વ સુધી પહોંચીને નિગોદમાં ચાલ્યા જતા હોય તો આપણી સાધના તો સાવ જ તકલાદી છે. आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च ।
भ्राम्यन्तेऽनन्तसंसार महो दुष्टेन कर्मणा ॥ જ્ઞાનસાર શશીકાન્તભાઈ : કર્મસત્તાને તોડવાનો અણુબોમ્બ બનાવી આપો, સાહેબ !
પૂજ્યશ્રી ઃ ભગવાને બનાવી જ આપ્યો છે. તીક્ષ્ણ ધ્યાનયોગ એ જ અણુબોમ્બ છે. ગાંડા બાવળીયા જોયા છે ને ? ગમે તેટલા કાપો, પણ પાછા ઊગતા જ રહે !
-
કર્મો પણ ગાંડા બાવળ જેવા જ છે. ઉ૫૨-ઉપરથી કાપતા રહેશો ત્યાં સુધી ફરી ફરી ઊગતા જ રહેશે. કર્મને જડમૂળથી ઉખેડી નાખવા હોય તો ધ્યાનની તીવ્ર આગ જોઈશે.
* તમે તમારા ગુરુને જેટલી શાંતિ આપશો તેટલી શાંતિ તમને મળશે જ. વિપરીત રૂપે કહું તો અશાંતિ આપશો તો અશાંતિ મળશે. આંબો વાવશો તો આંબો ને બાવળ વાવશો તો બાવળ
મળશે. પ્રકૃતિનો આ સીધો હિસાબ છે.
૨૧૮ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ