SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા વૈિશાખ વદ-૬ ૨૪-૫-૨૦૦૦, બુધવાર * મોટો તરવૈયો પણ મહાસાગર એકલા હાથે તરી શકે નહિ. મહાસાધક પણ આ ભવ-સાગર પોતાની મેળે તરી શકે નહિ. ભક્તિના જહાજનું, સંયમના જહાજનું શરણું લેવું જ રહ્યું. * ૧૫ દુર્લભ ચીજોમાં માત્ર ત્રણ જ બાકી છે : ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ. હવે જે ધ્યાન ન રાખ્યું તો નાવડી કિનારે આવી ડૂબી જશે. * કેટલાક કાર્યનો પ્રારંભ જ ન કરે. કેટલાક કાર્યનો પ્રારંભ કરે પણ વચ્ચે છોડી દે. કેટલાક કાર્યનો પ્રારંભ કરે અને પાર પણ પહોંચાડે. આપણે કોના જેવા ? સિંહની જેમ સંયમ લઈને સિંહની જેમ પાળનારાઓનું અહીં કામ છે. અહીં સિંહની છાતી જોઈએ. શિયાળની છાતી લઈને ફરનારાઓનું અહીં કામ નથી. સંયમમાં આનંદ, શુભ ધ્યાન વધતા રહેવા જોઈએ. ન વધે તો સમજવું : આપણા હૃદયમાં શિયાળ બેઠું છે. હૃદયમાં સિંહને બેસાડો. સિંહ કદી પુરુષાર્થ-હીન ન હોય. પ્રારંભ કરેલા કાર્યને પૂર્ણ કરવામાં પૂરા હૃદયથી મચી પડે તે સિંહ. * સાધુનું એક વિશેષણ છે : “પરોવયાર નિરયા” સાધુ સદા ૨૯૦ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy