________________
આચાર્ય કેવા ક્રોધી છે ? મને વઢ-વઢ કર્યા જ કરે છે ? હું એક મળ્યો ? બીજા પણ ક્યાં આવો ગુનો નથી કરતા ? આવા વિચારો કરે ? આવા વિચારો કર્યા હોત તો ચંડરુદ્રાચાર્યનો પેલો નૂતન દીક્ષિત કેવળજ્ઞાન મેળવી શક્યો હોત ?
ત્યારે નમ્ર શિષ્ય તો વિચારે : હું કેવો અધમ કે આટલી ઉચ્ચ ભૂમિકાએ રહેલા આચાર્યને મારા કારણે નીચેની ભૂમિકાએ આવવું પડે છે. એમની પાસે શિષ્યોનો ક્યાં તોટો હતો ? ૫૦૦ તો શિષ્યો હતા જ. એમણે મને સામેથી ક્યાં દીક્ષા આપી છે ? મેં માંગી છે, ત્યારે આપીને ?
મારા નિમિત્તે આચાર્ય ભગવંતને ગુસ્સો કરવો પડે તે મારી અયોગ્યતા છે.
આવા વિચારથી જ એમને કેવળજ્ઞાન મળ્યું હશે ને ?
* સમય બધાને સમાન જ મળે છે. મહાપુરુષોને ૨૫ કલાક ને બીજાને ૨૪ કલાકનો દિવસ મળે છે, એવું નથી.
સમાન રૂપે મળતી સમયરૂપી બક્ષિસને સફળ શી રીતે બનાવશો?
અપરાધ કરીને તેને વ્યર્થ પણ ગુમાવી શકાય અને આરાધના કરીને સફળ પણ બનાવી શકાય.
સિદ્ધગિરિ પર આદિનાથ કેટલીવાર આવ્યા ?
સરેરાશ દર દશ હજાર અને દશ વર્ષે ભગવાન પધારતા હતા.
બધું મળીને સિદ્ધાચલ પર ૯ કોટાકોટિ ૮૫ ક્રોડ લાખ, ૪૪ ક્રોડ હજાર વાર આવ્યા.
પૂર્વની રીત ઃ ૮૪ લાખને ૮૪ લાખ ગુણવાથી એક પૂર્વની સંખ્યા : ૭૦૫OOOOOOOOOO. આ સંખ્યાને ૯૯ થી ગુણવાથી દ૯૮૫૪૪OOOOOOOOO સંખ્યા થશે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩૯