SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ સ્કૂલના કે કોઈ અપરાધ નહિ થાય. કદાચ અલના થઈ જાય તો ગુરુ પાસે આલોચના લઈ લો. - અજાણતાં અપરાધ થઈ જાય તો ઓછું પ્રાયશ્ચિત આવે. ઇરાદાપૂર્વક કરવામાં આવે તો પ્રાયશ્ચિત ખૂબ જ વધુ આવે. એ પણ હૃદયથી પશ્ચાત્તાપ થતો હોય તો જ. શાસ્ત્ર કહે છે : “છિત્ત સવસ છાયવ્યં ” આવો ધર્મ દુનિયામાં તમને ક્યાંય નહિ મળે, જે તમને સર્વના સુકૃતોની અનુમોદના શીખવાડે, ને સાથે-સાથે પોતાના નાના પાપ માટે પણ ગહ કરવાનું શીખવાડે. આવું શાસન મળ્યા પછી પાપો છૂપાવાય? “સુણ જિનવર શેત્રુજા ધણીજી...' એ સ્તવન, રત્નાકર - પચ્ચીશીની “મંદિર છો મુક્તિતણી...” એ સ્તુતિઓ વગેરે આવડે છે ને ? આ કૃતિઓમાં કેવી દુષ્કત - ગહ કરી છે ? ભાવપૂર્વક જો દુષ્કૃત-ગ કરવામાં આવે તો આ જન્મના જ નહિ, જન્મજન્મના પાપો ધોવાઈ જાય. ઝાંઝરીયા મુનિના હત્યારા યમુન રાજાએ એવી દુષ્કૃત-ગહ કરી કે માત્ર ઋષિ હત્યાનું પાપ જ નહિ, જનમ-જનમનું પાપ પણ ધોવાઈ ગયું, કેવળજ્ઞાન થઈ ગયું. કોઈ એક ડાઘને સાફ કરવા તમે વસ્ત્ર ધુઓ છો ત્યારે માત્ર એ ડાઘ જ નહિ. બીજા ડાઘ પણ સાફ થઈ જ જાય છે. + પોતાના જ દોષો જોવાની કળા જેણે સિદ્ધ કરી લીધી એણે દુનિયાની સૌથી મોટી કળા સિદ્ધ કરી લીધી. કેટલાક માણસો... કેટલાક શા માટે ? મોટા ભાગના માણસો બીજાના જ દોષો જુએ છે; ભલે પોતાના હજારો દોષ હોય; પણ કોઈક વિરલ હોય છે, જે દરેક ઘટનામાં પોતાની જ જવાબદારી જુએ, પોતાના જ દોષો જુએ. ચંડદ્રાચાર્ય આટલા ગુસ્સાબાજ હોવા છતાં તેમના નૂતન શિષ્યને આ જ ગુણના કારણે કેવળજ્ઞાન મળેલું. જો તેણે ગુરુના દોષો જ જોયા હોત તો ? શું થાય ? ગુરુ એટલા ગુસ્સેબાજ છે કે કોઈ સાધના જ થઈ શકતી નથી. આપણે હોઈએ તો એવું જ ૪૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy