SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શના દુર્ગતિને છેદે છે. * આ વાચના શા માટે ? હું તમારા માટે નહિ, મારા માટે આપું છું. કોઈ પણ ન પામે તોય હું નિરાશ ન થાઊં. હું સ્વયં તો મારું બોલેલું સાંભળ્યું જ છું ને ? અહીં કહેવાતું હું મારા જીવનમાં ઊતારીને કહું છું અથવા ઊતારવા પ્રયત્ન કરું છું. અહીં ઘણીવાર આવ્યો. પણ દરેક વખતે પ્રભુ પાસે પ્રાર્થના કરું જ. નાનપણમાં પણ હું પ્રભુને પ્રાર્થના કરતો : પ્રભુ ! મારા યોગ્ય કંઈક આપજો. આ બધી શાસ્ત્રની વાતો હું જે રીતે સમજ્યો છું, તે રીતે પીરસવા પ્રયત્ન કરું છું. આ જિનવાણીને આદરપૂર્વક સાંભળજો. સમ્યગદર્શન મળી જાય તો સાંભળેલું સાર્થક. એ નહિ તો માર્ગાનુસારીમાં આવી જઈએ, કે પ્રથમ દૃષ્ટિમાં પ્રવેશ થઈ જાય તો પણ સાંભળેલું સાર્થક. * સૂર્ય, ચન્દ્ર, વાદળ કે નદી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તેઓ બીજાને ઉપકારક બને છે. તમે તમારી જાત માટે કેટલું કરો છો ? તે મહત્ત્વનું નથી. તમે બીજા માટે કેટલું કરો છો ? તે જ મહત્ત્વનું છે. પરોપકારની પ્રધાનતા વધુ તેમ લોકોમાં તમારી આદેયતા વધુ. આ જ કારણે અરિહંત સિદ્ધોથી પ્રથમ ગણાયા છે. અરિહંત પાસે પરોપકારની ઉત્કૃષ્ટ સંપદા છે. * વિશેષાવશ્યક ભાષ્યમાં લખ્યું : જોરથી છોડવામાં આવેલા શબ્દો ચાર સમયમાં સમગ્ર લોકમાં ફેલાઈ જાય. અનંતવીર્યવાનું ભગવાન બોલતા હશે તો સહજ રીતે જ તેમનું બોલાયેલું આખા જગતમાં ફેલાઈ જ જતું હશે. આપણને પણ આ પવિત્ર પુદ્ગલોનો સ્પર્શ થયો જ હશે. પણ આ ભાવ સમજવા પાંડિત્ય જોઇએ. જ્ઞાનીઓની નજરે આપણે “બાળ” છીએ. દુનિયાની દૃષ્ટિએ ભલે ગમે તેટલા મોટા “પંડિત' ગણાતા હોઈએ. મોટો વૈયાકરણ પણ જો ન્યાય ન ભણ્યો હોય તો નૈયાયિકની નજરે બાલ [ગીત-વ્યાવિ રણછાવ્યશન્ન નથીતન્યાયશાસ્ત્રઃ વા:ો જ ગણાય, તેમ જ્ઞાનીની નજરે આપણે બાલ છીએ. એમની મહત્તા સમજવા, એમના જેટલી ૪૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy