________________
* %
)
પાલીતાણા
વૈશાખ સુદ-૧૪ ૧૭-૫-૨૦૦૦, બુધવાર
* સકલ જગતના હિતસ્વી ભગવાને સુખના માર્ગ તરીકે મોક્ષનો માર્ગ બતાવ્યો છે.
આ ધર્મનો આધાર લે તે દુર્ગતિમાં ન જાય.
સમતા [સામાયિક ધર્મનો સાર છે. ચિંતામણિ મળતાં જ દરિદ્રતાનો ભય જાય તેમ ધર્મરત્ન મળતાં સંસારનો ભય નષ્ટ થઈ જાય છે.
ધર્મ સ્વયં સુખમય છે, બીજાને સુખમય બનાવનાર છે. અધર્મ સ્વયં પીડાય છે, બીજાને પીડાયુક્ત બનાવનાર છે. અધર્મનું ફળ કોઈને ગમતું નથી. ધર્મનું ફળ કોઈને ગમતું નથી, એવું નથી.
પણ આશ્ચર્યની વાત છે. જીવ ધર્મ કરતો નથી, અધર્મથી હટતો નથી. સુખનો અર્થી સુિખ ધર્મથી જ મળે છે.] હોવા છતાં જીવ ધર્મ આચરતો નથી.
હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ જ ખરાબ છે, એવું નથી, ક્રોધાદિ તેનાથી પણ ખરાબ છે. વસ્તુતઃ ક્રોધાદિથી જ હિંસાદિની ઉત્પત્તિ થાય છે.
૨૦૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ