SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુગુણ અનુભવ ચન્દ્રહાસ જ્યાં, સો તો ન રહે મ્યાનમાં...” – ઉપા. યશોવિજયજી. * દેવ અને ગુરુ અને ધર્મ પોતાની ભક્તિ કરાવવા માટે નથી. દેવ તમને દેવ અને ગુરુ તમને ગુરુ બનાવવા માંગે છે. ધર્મ તમને ધર્મમય બનાવવા માંગે છે. * તમે કહો છો ; ભગવાન પર પ્રેમ કરો, પણ ભગવાન છે ક્યાં? કેવી રીતે પ્રેમ કરવો ? કેમ મળવું? - આવા પ્રશ્નો આજે જ નહિ, પહેલા પણ હતા. પૂ. દેવચન્દ્રજી મ.ના પહેલા સ્તવનમાં આ જ ફરીયાદ છે. વળી એનો ત્યાં જવાબ પણ છે. મારી ખાસ ભલામણ છે : આનંદઘનજી, યશોવિજયજી અને દેવચન્દ્રજી - આ ત્રણ મહાત્માઓની સ્તવન ચોવીશી ખાસ કંઠસ્થ કરજો. તમને તમારી ઘણી ઘણી ખૂટતી કડીઓ મળી જશે. એમણે કરુણા કરીને આ ચોવીશીઓ બનાવી આપણા પર ઉપકાર કર્યો તો એનું રહસ્ય જો આપણી પાસે આવ્યું હોય તો બીજાને આપો, બીજાને શીખવાડો. હું બધા સાધુ-સાધ્વીજીઓને પૂછું છું : તમે જે શીખ્યા છો, તે બીજાને [નાનાને શીખવાડો છો ? વિનિયોગ વિના તમને મળેલો ગુણ તમારી સાથે નહિ ચાલે. કુદરતનો નિયમ છે : આપો તો જ મળે. * સમાધિ મરણનું આ પ્રકરણ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. આ ગ્રન્થમાં વિનય આદિ સાત દ્વારો છે. અષાઢ વદ-૩થી લલિત વિસ્તરા શરૂ થશે. આ ચંદાવિઝયમાં ખાસ કરીને વિનય પર ભાર મૂક્યો છે. વિનીત ગુણવાન શિષ્ય અને ગુણવાન ગુરુ-બન્નેનો યોગ ખૂબ જ દુર્લભ છે. * આ સંઘ પાસે બધી જ કળા છે. એક ધ્યાનની કળા નથી. પ૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy