________________
પાલીતાણા
ચૈત્ર વદ-૧૨ ૧-૫-૨000, સોમવાર
* પ્રભુ ભલે મોક્ષે ગયા પણ તેમનું તીર્થ અહીં છે. તેથી મુક્તિનો માર્ગ જાણવા-આચરવા મળે છે. મહાપુરુષોની પરિણતિ જોઈને થાય કે મારે પણ આ માર્ગે ચાલવા જેવું છે.
રસ્તામાં પણ જે માર્ગે આપણે જતા હોઈએ તે જ માર્ગે બીજા પણ લોકો જતા હોય તો આપણે કેટલા નિર્ભય રહીએ ?
આ મુક્તિમાર્ગમાં ચાલતાં અનેક મહાપુરુષો આપણને હિંમત આપે છે. રસ્તે ચાલીને તે મહાપુરુષો બતાવે છે કે આવો ! આ માર્ગે આવો !
* પ્રભુ સાથે પ્રેમ સંબંધ બાંધીએ તો જરૂર એને મળવાનું મન થાય. વ્યવહારમાં પણ પ્રિયપાત્ર દૂર હોય તો પણ આપણે તેના પર પત્ર લખીએ. સમાચાર મંગાવીએ પણ પ્રભુ સાથે પ્રેમ બાંધ્યો છે ?
પ્રભુ સાથે પ્રેમ બાંધવાની એ જ નિશાની કે તેમના માર્ગે ચાલવાનું મન થાય.
* આજે પરોપકાર શીખવવો પડે છે. પહેલાના જમાનામાં તો સ્વાભાવિક રીતે જ જીવનમાં જ પરોપકાર હતો. જૈન સંઘમાં જ નહિ, દરેક કોમમાં માનવ માત્રમાં પરોપકાર હતો. ખેતરમાં ખેડૂત
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૨૫