________________
પાલીતાણા
જેઠ વદ-૪ ૨૧-૬-૨૦૦૦, બુધવાર
* આપણને તીર્થ મળ્યું છે તે તીર્થંકરનો ઉપકાર છે. પણ ઉપકાર માનવા માત્રથી પુરૂં થઈ જતું નથી. આ તીર્થ બીજાને પણ મળ્યા કરે, એની અચ્છિન્ન પરંપરા ચાલે, તેમાં આપણે નિમિત્ત બનવાનું છે. પૂર્વાચાર્યોએ આ જિનાગમ અને જિનબિંબોની રક્ષા માટે પોતાના પ્રાણોની પણ આહુતિ આપી છે, એ આગમ અને પ્રતિમાને ટકાવવા આપણે પુરુષાર્થ નહિ કરવાનો ?
આગમ અને પ્રતિમાની માત્ર સુરક્ષા જ નહિ, આગમ પ્રમાણે જીવન જીવવાથી મૂર્તિમાં ભગવાનના દર્શન કરવાથી જ આગમ અને પ્રતિમાની સુરક્ષા થશે. એની પરંપરા ચાલશે.
* હું ગમે તેટલું બોલું, પણ તમારામાં કેટલું આવવાનું ? હું બોલું તેટલું નહિ, પણ પાળું તેટલું જ તમારામાં આવવાનું.
પં. જિનસેનવિજયજી : એવું એકાન્ત કેમ કહી શકાય ? અમારામાં પણ યોગ્યતા હોવી જોઈએ ને ?
ઉત્તર ઃ મારે પણ મારી સમાધિ માટે વિચારવાનું ને ? હું કહું છતાં સામાનું જીવન ન બદલાય તો મારે શા માટે ઉદ્વિગ્ન કે હતાશ બનવું ? મારે તો એમ જ વિચારવું : મારી પોતાની ખામી ! અહિંસાની સિદ્ધિ જો મારામાં થયેલી હોય તો શા માટે મારી
૩૮૪ કહ્યું, કલાપૂર્ણસૂરિએ