SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ સુદ-૧૧ ૧૨-૬-૨૦૦૦, સોમવાર ચંપાબેન ચાંપશી નંદુ હોલ * जेण जिया अट्ठ मया, गुत्तो वि हु नवहिं बंभगुत्तीहिं । आउत्तो दसकज्जे, सो मरणे होइ कयजोगो ॥१३८।। * સાક્ષાત્ તીર્થકર ભલે નથી મળ્યા, છતાં આપણી પુણ્યાઈ સાવ ઓછી છે, એમ ન કહી શકાય. કારણ કે ક્રોડો જીવોને દુર્લભ ભગવાનની વાણી અને ભગવાનની પ્રતિમા આપણને મળ્યા છે. * સમ્યકત્વ પહેલાના ભવો તીર્થંકરના પણ ન ગણાય તો આપણા જેવાની વાત જ ક્યાં ? જીવ અનાદિ કાળથી છે. તો તીર્થંકરના જીવન-ચરિત્રની શરૂઆત ક્યારથી કરવી ? સમ્યકત્વ મળે ત્યારથી. ધન સાર્થવાહથી આદિનાથ ભગવાનનું ને નયસારથી મહાવીરસ્વામીનું જીવન શરૂ થાય છે. એનો અર્થ એ થયો કે સમ્યકત્વ પહેલાનું જીવન, જીવન જ ન કહેવાય. સમ્યકત્વ પછીનું જીવન જ ખરું જીવન છે. એની પહેલા માત્ર સમય પસાર થાય છે, એટલું જ. * આપણે તડપી રહ્યા છીએ તેનાથી કઈ ગણા અધિક આપણને તારવા ભગવાન તડપી રહ્યા છે. ૩૩૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy