________________
ચંદુર
ફા.સુદ-૯ ૧૪-૩-૨૦૦૦, મંગળવાર
* આગમ-વાચનરૂપ સ્વાધ્યાયથી સર્વોત્કૃષ્ટ કર્મ-નિર્જરા થાય છે, આઠેય કર્મો તૂટે છે.
સ્વાધ્યાય-રૂપ આત્યંતર તપની પહેલા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈિયાવચ્ચ છે. સ્વાધ્યાય શીખવા માટે વિનય આદિ જરૂરી છે.
વ્યાવહારિક વિદ્યા પણ વિનય વિના આવી શકતી નથી. અર્જુન જેવી વિદ્યા બીજું કોઇ શીખી શક્યો નહિ. કારણ કે અર્જુન જેવો બીજો કોઈ વિનયી હોતો. શીખતા તો બધા હતા, પણ વિનયની માત્રાના કારણે વિદ્યાની માત્રામાં ફરક પડી ગયો.
દુનિયાની બધી જ વિદ્યા કરતાં મોક્ષવિદ્યા સર્વોત્કૃષ્ટ છે. વ્યાવહારિક જગતમાં પણ વિનયની આટલી જરૂર પડે તો મોક્ષવિદ્યામાં કેટલી જરૂર પડે ?
ચંદાવિષ્ક્રય પન્ના આખો જ ગ્રન્થ વિનય પ્રધાન છે. એનો સ્વાધ્યાય કરશો તો ચોક્કસ વિનય જીવનમાં ઊતરશે.
ગુરુનો વિનય કરવાથી ગુરુના બધા જ ગુણોનું આપણામાં સંક્રમણ થશે. આજ સુધી આપણે આપણામાં દોષોનું જ સંક્રમણ કર્યું છે. કારણ કે દોષોનો જ વિનય કર્યો છે. જે વસ્તુ ગમે તે આપણને મળે. દોષો ગમે તો દોષો મળે. ગુણો ગમે તો ગુણો મળે.
૪૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ