________________
કેટલાક તો એવા છે જેમણે કદી અમદાવાદ છોડ્યું જ નથી.
દવા આદિના કારણો ઊભા જ હોય. આવા પણ અહીં ચાતુર્માસ માટે આવી પહોંચ્યા છે, એનો અર્થ એ જ કે બધાને આરાધના ગમે છે. - હવે અહીં આવીને આરાધના જ કરશો ને ? નાની પણ ભૂલ કરશો તો પણ લોકોમાં ગવાઈ જશો તે ધ્યાનમાં રાખશો. કહેનારા એવું પણ કહે છે : આટલા બધાની અહીં શી જરૂર છે ? થોડી પણ તમે ભૂલ કરશો તો લોકો તો મને જ પકડવાના. મને યશ આપવો કે અપયશ ? તે તમારા હાથમાં છે.
અહીં આવ્યા છો તો બરાબર ગ્રહણ કરો. એક વખત એવો હતો જ્યારે હું વિચારતો : આજે તો બોલી ગયો. આવતી કાલે શું બોલીશ? અર્ધી રહેવા દઈને એ વાત બીજા દિવસ પર રહેવા દેતો, પણ હવે એવું નથી. દાદા જ્યારે આપનારા બેઠા જ છે, ત્યારે મારે શા માટે કંજૂસાઈ કરવી ?
* ગણિ અભયશેખરવિજયજીએ પાંચ આશયને સમજાવતું પુસ્તક [સિદ્ધિના સોપાન] મોકલ્યું છે. તમને બધાને એ પુસ્તક આપવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં પાંચ આશયો પર લખેલું, બરાબર વાંચજો. કોઈપણ કાર્યની સિદ્ધિ નહિ કરો ત્યાં સુધી તે અધુરું ગણાશે.
* બધું તો આપણે પકડી શકવાના નથી. મેં ભક્તિમાર્ગ પકડ્યો. જ્ઞાનયોગમાં કામ નથી. ચારિત્રયોગમાં અશુદ્ધિઓ છે. તો કરવું શું? મેં તો એક ભક્તિયોગ પકડ્યો છે, જેને હું હૃદયથી ચાહું છું. તમે કોઈ યોગ પકડ્યો છે ?
| વાંચના વાંચન કરતાં કોઈ સારું મનોરંજન નથી અને કોઈ સ્થાયી પ્રસન્નતા નથી.
- લેડી મોટેગ્યુ
૩૪ર જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ