________________
પાલીતાણા
જેઠ સુદ-૧૨ ૧૩-૬-૨૦૦૦, મંગળવાર
* ભલે, આ કાળમાં મુક્તિ નથી, પણ મુક્તિની સાધના તો છે જ, મુક્તિનો માર્ગ તો છે જ. માર્ગે ચાલીશું તો આ ભવે નહિ તો આગામી ભવે, મુક્તિરૂપ મંઝિલ મળશે જ.
મુક્તિની સાધના કરતાં કરતાં મુક્તિ જેવો આનંદ અહીં અનુભવી શકાય છે. આને જીવન્મુક્તિ કહેવાય. જીવતેજીવ મુક્તિનો સુખ અનુભવવો તે જીવન્મુક્તિ.
અબજો રૂપિયાનો આનંદ હજાર કે લાખમાં કંઈક અંશે અનુભવાય તેમ મુક્તિના આનંદની ઝલક અહીં અનુભવી શકાય
એકેય રૂપિયો પાસે ન હોય તે અબજો રૂપિયાનો આનંદ શી રીતે અનુભવી શકે ?
આત્મિક આનંદને રોકનાર વિષયો છે, કષાયો છે. વિષયકષાય ઘટતા જાય તેમ આત્મિક આનંદ વધતો જાય.
દર્શન મોહનીયના ક્ષયોપશમથી સમ્યકત્વ મળે, પણ આત્માનંદની રમણતા તો ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી જ અનુભવાય. * * બીજાનું દુઃખ સ્વમાં સંક્રાન્ત થાય ત્યારે કહી શકાય. હવે
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૪૩