________________
નથી કાઢતા ?
* ૧૦ માળા તમે ગણો તો “નમો કેટલીવાર આવે ? ૬ હજાર વાર આવે. દેવવંદનમાં ૬ વાર નમુત્થણે આવે. એક નમુત્થણમાં બે વાર ‘નમો’ આવે છે. એક “નમો” શબ્દમાં ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય - ત્રણેય યોગ આવી જાય છે. “નમો ને તમે ઓછો નહિ માનતા.
નવકાર ૧૪ પૂર્વનો સાર એમને એમ નથી કહ્યો. નવકારનું બીજું નામ પણ કેટલું ઉત્તમ છે : “શ્રી પંઘ મામદાશ્રુતસ્કંધ” બીજા બધા શ્રુતસ્કંધ પણ આ મહાશ્રુતસ્કંધ.
નવકારનું આ નામ મહાનિશીથમાં મળે છે. મહાનિશીથના અંતે લખ્યું છે કે ““ઘણું સાહિત્ય નષ્ટ થઈ ગયું. આજે તો જે ઊધઈથી ખવાઈ ગયેલા પાના મળ્યા તેનું સંયોજન કરીને ગોઠવવામાં આવ્યું છે.
મધ્યકાળમાં મુસ્લીમોએ ઘણા ગ્રંથો જલાવી નાખ્યા અને મૂર્તિઓ તોડી નાખી. અંગ્રેજોએ લાલચ આપી ઘણું સાહિત્ય લઈ લીધું. નહિ તો અહીં ન મળે ને ત્યાં મળે એ શી રીતે બને ?
* પંચવટુકમાં સ્તવપરિજ્ઞા ગ્રન્થ હરિભદ્રસૂરિજીએ મૂકી દીધો. આચાર્ય-પદવી વખતે અપૂર્વશ્રુત આપવું તો ક્યે અપૂર્વશ્રુત ? એ સ્થાને સ્તવપરિજ્ઞા મૂકવામાં આવ્યું છે.
* [વિ. સં. ૨૦૩૧] શરૂઆતમાં પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. બોલતા ને હું લખતો, પણ ન ફાવતાં મેં માત્ર સાંભળવાનું અને એમનું જીવન જોવાનું શરૂ કર્યું. વ્યાખ્યાન વખતે એમના પદાર્થો નજર સામે રાખીને બોલતો. ધીરે ધીરે ફાવી ગયું.
ગુરુકુળવાસને શા માટે આટલું મહત્ત્વ આપ્યું ? કારણ કે વડીલોને જોઈને જ આ બધા ગુણો શીખાય છે. ગુરુ આદિના ગુણો જોતાં-જોતાં આપણામાં તે ગુણો સંક્રાન્ત થાય છે. ગુરુકુળ વાસનું આ જ રહસ્ય છે.
દોષોનું સંક્રમણ પણ આ જ રીતે થાય છે. કુસંગથી દોષનું સંક્રમણ થાય છે.
પ૧૪ કહ્યું, કલાપૂર્ણસૂરિએ