________________
વિધિપૂર્વક કરો, વગેરે માટે મારો આ પ્રયાસ છે.
પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી આદિ પ્રતિક્રમણાદિ વિધિના ચુસ્ત આગ્રહી હતા. આ નાના બાલ મુનિઓને તો પૂિ. કલાપ્રભસૂરિજી, પૂ. પં. કલ્પતરુવિજયજી] ત્યારે ખૂબ જ નાના હતા. ઊંઘી જાય તો કેટલીયવાર ફરી પ્રતિક્રમણ કરાવેલું.
પ્રતિક્રમણ ઊભા-ઊભા કરો છો ? માંડલીમાં કરો છો? વિધિ જાળવીને કરો છો ?
અવિધિથી કરાયેલા અનુષ્ઠાનો ફળદાયી નહિ બને.
* મરણાંત કષ્ટ સહન કરનારો યોદ્ધો જ યુદ્ધમાં જઈ શકે, જઈને જીતી શકે. અહીં પણ અત્યારે કષ્ટો સહીશું તો જ મૃત્યુમાં સમાધિ રહેશે.
ભગવાનનું સરનામું દેશ : સત્સંગ નગર : ભક્તિ નગર ગલી : પ્રેમની ગલી ચોકીદાર ઃ વિરહતાપ નામનો ચોકીદાર મહેલ : પ્રભુ મંદિર સીડી ઃ સેવાની સોપાન પંક્તિ અહીં સુધી આવ્યા પછી શું કરવાનું ? દીનતાના પાત્રમાં મનના મણિને મૂકીને પ્રભુને ચડાવવું.
અહંભાવને બાજુએ મૂકી પ્રભુ-શરણ સ્વીકારવું.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૫