________________
પાલીતાણા
ચૈત્ર સુદ-૧૨ ૧૫-૪-૨૦00, શનિવાર
* આવતી કાલે ભગવાન મહાવીરદેવનો જન્મ-કલ્યાણક દિવસ છે. આવતી કાલે આપણે એમના અનંત ઉપકારોને યાદ કરીશું, પણ સાચું સન્માન ત્યારે જ ગણાશે, જ્યારે આપણે એમનો ઉપદેશ જીવનમાં ઊતારીશું.
* બ્રહ્મચારી આત્માનું વસ્ત્ર ઓઢવા મળી જાય તો એની દઢતા, પવિત્રતા આપણને મળે એવી આપણને શ્રદ્ધા છે, અનુભવ છે. કારણ કે એમના પવિત્ર પરમાણુઓનો એમાં સંચય થયેલો હોય છે. તેમ સિદ્ધ ભગવંતોએ પોતાના આત્મા દ્વારા પવિત્ર બનાવેલા કર્મ-પુગલો ક્યાં ગયા ? એ પવિત્ર પુદ્ગલો છે કે સર્વત્ર ફેલાઈ જાય, પણ જે ભૂમિ પર નિર્વાણ થાય ત્યાં તો એકદમ ઘટ્ટ થઈને રહે. માટે જ સિદ્ધાચલની આ ભૂમિ પવિત્ર ગણાઇ છે.
* રસોઈઓ રસોઈ બનાવે તે જમવા કે જમાડવા માટે, ફેંકવા માટે નહિ. શાસ્ત્રકારોએ આ બધા પદાર્થો સમ્યગુ જીવવા માટે પીરસ્યા છે, માત્ર જાણવા કે અહંકાર વધારવા નહિ. રસોઈ તો બીજા દિવસે બગડી જાય, પણ આ શાસ્ત્ર પદાર્થો તો બગડ્યા વિના હજારો વર્ષોથી છે ને હજારો વર્ષો સુધી રહેવાના. તે આપણને ક્યાં શાસ્ત્રોની પડી છે ? અષ્ટપ્રવચન માતા આવડી
કહ્યું,
લાપૂર્ણસૂરિએ જ ૧૩૩