________________
એ જ કામ કરે. પાણી, ગોચરી વગેરેના કામ બીજા કરે, વિનિયોગનું કામ વિશિષ્ટ બુદ્ધિમાન સંભાળે, એમ સામાચારી પ્રકરણમાં પૂ. ઉપા. યશોવિજયજીએ લખ્યું છે.
માટે જ વિનિયોગ માટે ના પાડતા ભદ્રબાહુસ્વામીને શ્રી સંઘે આગ્રહ કરીને સમજાવ્યા હતા.
તમે પોતે જ ભણેલા હો, પછી પંડિત આદિની શી જરૂર પડે ? તમે સ્વયં ન ભણાવી શકો ? યુવાન સાધ્વીને યુવાન પંડિત પાસે મોકલવામાં જોખમો પણ છે, એનો ખ્યાલ કરજો.
* અરિહંતને નમસ્કાર માર્ગ મેળવવા માટે.
સિદ્ધોને નમસ્કાર અવિનાશીપદ મેળવવા માટે.
આચાર્યોને નમસ્કાર આચારમાં નિષ્ણાત બનવા માટે,
ઉપાધ્યાયોને નમસ્કાર વિનય માટે અથવા વિનિયોગ શક્તિ મેળવવા માટે, અને
સાધુને નમસ્કાર સહાયતા ગુણ મેળવવા માટે છે.
આટલા નમસ્કાર કર્યા, આપણે કેટલા ગુણો મેળવ્યા ? કેટલા ગુણ મેળવવાની ઝંખના જાગી ?
* આ નિર્યુક્તિના પદાર્થો છે. ઉપયોગપૂર્વક પડિલેહણ કરતાં કે ઇરિયાવહિય ઇત્યાદિ કરતાં આજ સુધી અનંતા જીવો મોક્ષે ગયા
છે.
ઉપાધ્યાયમાં રહેલા બીજા ગુણો મળે કે ન મળે એક વિનયગુણ મળી જાય તોય કામ થઇ જાય. આપણી ચાલતી વાચના [ચંદાવિજ્ઝય પયત્ના પરની] માં વિનય જ મુખ્ય છે. પાંચ પદોના વર્ણન પછી એ જ વાચના ચાલશે.
* પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. બે કલાકમાં કેટલુંય બોલી જતા. શરૂઆતમાં હું લખવા પ્રયત્ન કરતો. હું લખું એ પહેલા તો તેઓ ક્યાંય પહોંચી જતા. પછી થયું : લખવાથી કામ નહિ થાય. બસ, તેમને આદરપૂર્વક સાંભળીએ. એમના પર કેળવેલા આદરથી પણ કામ થઇ જશે.
૧૫૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ