SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે જણાય. * હૃદય સરળ અને સ્વચ્છ બનતાં જ પ્રભુનું ત્યાં પ્રતિબિંબ પડવા લાગે છે. પણ પ્રભુ માટે ફુરસદ કોને છે ? ભક્તો માટે ટાઈમ ફાળવતા આપણે ભગવાનને જ ભૂલી ગયા ! ભગવાન કોના માટે ? ડોસાઓ માટે ? ખરું ને ? અમે ભગવાનને યાદ કરતા રહીએ.. કારણ કે ૭૬ વર્ષ થયા. આજે ૭૭મું બેઠું ! મારે તો હવે પ્રભુને મેળવવા છે, એમ માનીને ભક્તિ કરતો રહું. તમારે તો નિરાંત છે. ઘણું જીવવાનું છે ને ? પણ, સમજી લો. આયુષ્યનો કોઈ ભરોસો નથી. કોઇપણ ઉંમરમાં જમ ત્રાટકી શકે છે. માટે એક ક્ષણ પણ પ્રભુને ભૂલવા જેવા નથી. * મનોગુપ્તિના ત્રણ સોપાન. (૧) વિમુવા - વસ્પના - નાતમ્ : સામ સામાયિક કલ્પનાની જાળમાંથી મનને મુક્ત કરવું. મૈત્રીની મધુરતા. समत्वे सुप्रतिष्ठितम् : સમ સામાયિક મનને સમતામાં પ્રતિષ્ઠિત કરવું. તુલા પરિણામ. आत्मारामं मनस्तज्ज्ञैः : સમ્મ સામાયિક મનને આત્મામાં લીન કરવું. તન્મય પરિણામ. मनोगुप्तिरुदाहृता ॥ આવું મન જ આત્મા સાથે મળી શકે, પરમાત્મા સાથે મળી શકે. ત્રણ સોપાન પસાર કર્યા પછી જ નિર્વિકલ્પ દશામાં પ્રભુ મળે. * સિદ્ધયોગીના લક્ષણો : શરીર હળવું ફૂલ લાગે, શરીર સંપૂર્ણ શિથિલ થઈ જાય, વગર માલીશે સ્નિગ્ધ લાગે, આંખમાંથી અશ્રુધારા વહે. * પ્રભુની ચેતના સાથે આપણી ચેતના રંગાઈ જાય, પછી શું બાકી રહે ? (૨) ૨૪૬ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy