________________
આ વાત આપણે સાવ જ ભૂલી ગયા ! આપણા ભગવાન પરોપકારવ્યસની ! અને આપણે સાવ જ સ્વાર્થોધ ! ભગવાન પાસે કેમ કરીને પહોંચાશે ? ભગવાનનું આટલું વર્ણન સાંભળીએ, રોજ ભગવાનના દર્શન કરીએ, છતાં પરોપકારનો છાંટોય ન આવે તો એ આપણું શ્રવણ કેવું ? આપણા દર્શન કેવા ?
ભગવાનના દર્શન કરતાં-કરતાં ભગવાન જેવા બનવાનું છે, ભગવાનના ગુણો મેળવવાના છે.
* આપણે તો કર્મ સામે ખુલ્લેઆમ જંગ માંડ્યો છે. તેના સતત હુમલા ચાલુ જ રહેવાના, ઉદું, વધવાના. એની સામે આપણે અડીખમ ઉભા રહેવાનું છે. વિષય-કષાયોના આવેશ વખતે મજબૂત રહેવાનું છે.
પ્રતિક્રમણ વગેરેમાં મને તો એટલો આનંદ આવે છે... એક લોગસ્સમાં જ એટલો આનંદ આવી જાય છે કે એનાથી અલગ ધ્યાન કરવાનું મન જ થતું નથી. છ આવશ્યક સિવાય બીજું ધ્યાન કયું છે ?
રોજ-રોજ પ્રતિક્રમણ કરવાનું છે એમ સમજીને કંટાળતા નહિ. એની ઉપેક્ષા નહિ કરતા. એની ઉપેક્ષા એટલે આપણા આત્માની ઉપેક્ષા. રોજ-રોજ અભ્યાસ કરવો તેનું નામ જ તો ભાવના છે.
આવા પ્રતિક્રમણની ઉપેક્ષા કેમ કરાય?
જેની રચના સ્વયં ગણધરોએ કરી હોય, જેના પર મલયગિરિ જેવા મહાત્માઓએ હજારો શ્લોક પ્રમાણ ટીકા રચી હોય, તેની પાછળ કંઈક તો રહસ્ય હશે ને ? એને છોડીને બીજી કઈ ધ્યાનપ્રક્રિયા આપણે શીખવા માંગીએ છીએ ? એમના કરતાં પણ આપણે ચડિયાતા ?
એક લોગસ્સનું માહાભ્ય તો જુઓ. પૂ. પં. ભદ્રંકર વિજયજી મ.તો એને સમાધિસૂત્ર કહેતા. ૨૪ ભગવાનના મહામંગલકારી નામો એમાં છે. ભગવાનના નામ કરતાં બીજું મંગળ કયું ? ભગવાનનું નામ લેતાં-લેતાં, વીર...વર... બોલતાં બોલતાં તો ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયેલું.
કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૨૯૩