SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા પ્રયત્ન પણ નથી કરતો. હા, લોકોને હું ચાહું છું. જે આપો તે મળે. પ્રેમ આપો તો પ્રેમ મળે. કટુતા આપો તો કટુતા મળે. * દુનિયાને જીતવાનો વશીકરણ મંત્ર બતાવું ? 'न हीशं संवननं, त्रिषु लोकेषु विद्यते । दया मैत्री च भूतेषु, दानं च मधुरा च वाक् ॥' નીતિશાસ્ત્ર કહે છે : જીવો પર દયા રાખો, મૈત્રી રાખો. દાન આપો અને મધુરવાણી બોલો. ત્રણેય લોકમાં આના જેવો બીજો વશીકરણ મંત્ર નથી. * રોટી-કપડા-મકાનના અભાવથી દુઃખી બનેલા લોકો પર કરુણા કરનારા ઘણાય છે, પણ મિથ્યાત્વાદિથી ગ્રસ્ત લોકો પર કરુણા કરનારા કેવળ ભગવાન છે. * ભગવાન આપણામાં સ્વયંની ભગવત્તા જુએ છે. ભગવાનની દૃષ્ટિએ આપણે પૂર્ણ છીએ. ભગવાન પૂર્ણરૂપે જોતા હોય તો એ પૂર્ણતા કેમ ન પ્રગટાવવી ? પ્રગટાવવા પ્રયત્ન કેમ ન કરવો ? જાણવા મળે કે ઘરમાં નિધાન છે તો તમે ખોદવા પ્રયત્ન ન કરો ? નિશ્ચય દૃષ્ટિએ પોતાની પૂર્ણતા પર વિશ્વાસ ન કરવો તે મિથ્યાત્વ છે. પોતાને અપૂર્ણ માનવું તે મિથ્યાત્વ છે. આપણે સ્વયંને અપૂર્ણ માનીને દીન બનીએ છીએ. પૂર્ણતા તરફ નજર જાય તો દીનતા શાની રહે ? નિશ્ચયથી સ્વયંને પૂર્ણ જુઓ. વ્યવહારથી સ્વયંને અપૂર્ણ જુઓ. સ્વયંને અપૂર્ણ જોશો, કર્મોથી ઘેરાયેલા જોશો તો જ કર્મો હઠાવવા પ્રયત્નો શરૂ થશે. પહેલેથી જ પૂર્ણરૂપે સ્વયંને જોશો તો કર્મો હઠાવવાનો પુરુષાર્થ શી રીતે થઈ શકશે ? એટલે જ પહેલા વ્યવહારમાં નિષ્ણાત બનીને પછી નિશ્ચયમાં જવાનું છે. તળાવમાં ૪૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy