________________
ધર્મ-શાસનનું સંપૂર્ણ પાલન કદાચ આપણે ન કરી શકીએ, પણ શાસનનો આદર બની રહે તો પણ મોટી વાત છે.
'अवलम्ब्येच्छायोगं पूर्णाचारासहिष्णवश्च वयम् । भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ॥"
- અધ્યાત્મસાર. * શારીરિક સહનશક્તિ તો કદાચ આપણે કેળવી લઈએ, પરંતુ માનસિક સહનશક્તિ કેળવવી કઠણ છે. પોતાની નિંદા વખતે પણ આપણે રાજી થઇએ. સ્વ પ્રશંસા થતી હોય ત્યારે નારાજ થઈએ, એવી માનસિક સ્થિતિ આપણી પ્રગટે ત્યારે સમજવું : હવે માનસિક શક્તિ પુષ્ટ બની છે.
દરેક સ્થિતિ મુનિ સ્વીકારે : માન કે અપમાન, નિંદા કે સ્તુતિ, જીવન કે મરણ. મુનિ મરણને પણ મહોત્સવ માને.
એક દિવસ આવશે જ : આ શરીર આદિ બધું જ છોડીને ચાલ્યા જવું પડશે જ. ભાડાનું આ બધું છે. છોડવું જ પડશે ને ? પણ તેના પર આસક્તિ નહિ હોય તો છોડતી વખતે જરાય દર્દ નહિ થાય.
* “મરિષ્ઠ મુહંતુટું શિષ્ય અલ્પ ઇચ્છાવાળો ને સંતોષી હોય.
એક વખતે સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસે એક ગામમાં ૩૨ કિ.મી.ના વિહાર પછી માત્ર અર્ધી જ ગોચરી મળેલી. ખરો આનંદ આવેલો. પૂ. કમળવિજયજીએ પરોપકારી માણસને પકડી એક દુકાનમાં ઊતારો કરાવ્યો. પૂ. કમળવિજયજી વહોરવા ગયા. લુખાસુખા રોટલા અને છાશ વહોરી લાવેલા. આ પ્રસંગ આજે પણ યાદ આવે ને સહનશીલતા તથા સંતોષ માટે હૃદય પરિતોષ અનુભવે છે.
કોની ક્યારે મુખ્યતા ?
ઔદયિક ભાવની ઘટનામાં ઉપાદાનની મુખ્યતા માનો. ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિકમાં પુષ્ટ નિમિત્ત (પ્રભુ) ની મુખ્યતા માનો.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ પપ