Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આત્મા પરના કર્મના જત્થા જેમ જેમ ઓછા થતા જાય તેમ તેમ અંદરના આનંદની રુચિ વધે, અંદરની પૂર્ણતા પ્રગટાવવાનું મન થાય.
પૂર્ણતાનો ખજાનો અંદર પડ્યો જ છે. માત્ર પ્રગટ કરો, એટલી જ વાર છે.
“પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પુલાય.”
– પૂ. આનંદઘનજી. આ કાળમાં પણ આ પૂર્ણતાનો ખજાનો કંઈક અંશે મેળવી શકાય છે. જેમણે એ કંઈક અંશે મેળવ્યો છે, તેમના આ ઉદ્ગારો
* પ્રભુ અન્તર્યામી છે, ઘટ-ઘટમાં રમનારા છે. સ્તવનમાં પણ આપણે બોલીએ છીએ : “અન્તર્યામી સુણ અલવેસર”
આ સ્તવન ઘણીવાર બોલવા છતાં ભગવાન અન્તર્યામી કઈ રીતે છે તે પર કદી વિચાર કરતા નથી.
પરમ ચેતનારૂપ પ્રભુ અંદર જ છે. માત્ર આંખ ખોલીને જોવાની જરૂર છે.
આ માટે જ દરરોજ પ્રભુના દર્શન કરવાના છે. પ્રભુને જોઈજોઈને અંદર રહેલા પ્રભુને પ્રગટાવવાના છે.
તુજ દરિસણ મુજ વાલો, દરિસણ શુદ્ધ પવિત્ત; દરિસણ શબ્દ નયે કરે, સંગ્રહ એવંભૂત.”
– પૂ. દેવચન્દ્રજી – સ્થાપના રૂપે રહેલા પ્રભુનું દર્શન આપણા અંદરના પ્રભુને પ્રગટાવવાનું કારણ છે. એને જ જૈનેતરો આત્મદર્શન કહે છે. આત્મદર્શન થતાં જ વિશ્વનું સમ્યગદર્શન થાય છે, વિશ્વદર્શન થાય છે.
પ૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ