Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૧૫ ૧દ-૭-૨૦૦૦, રવિવાર
* મધ્યકાળના સાધુઓને પ્રતિક્રમણ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે એમનું આખું જીવન જ આવશ્યકમય હોય છે. આપણે રહ્યા વક્ર અને જડ. એટલે જ આવશ્યકમય જીવન જીવવાનું હોવા છતાં આપણે એનાથી દૂર રહીને જ જીવીએ છીએ. માટે જ આપણા માટે પ્રતિક્રમણ ફરજિયાત બનાવ્યું.
દીક્ષા લીધી ત્યારે સામાયિકની પ્રતિજ્ઞા સ્વીકારી, પણ પ્રતિજ્ઞા સ્વીકારવા માત્રથી સામાયિક આવી જતું નથી, એ માટે નિરંતર અન્ય પાંચ આવશ્યકોમાં ઉદ્યમ કરવો પડે છે.
આ છ આવશ્યકોથી જ આપણા ત્રણેય ધન [જ્ઞાનધન, શ્રદ્ધાધન અને ચારિત્રધન] વધતા રહેવાના.
'* ભગવાન અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરી આપનાર અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરી આપનારા હોવા છતાં આપણામાં ગુણો નથી આવ્યા કે નથી આવતા. કારણ કે આપણે પ્રભુ પાસે યાચના જ કરી નથી. અહં અળગો મૂકીને દીન-હીન ભાવે કદી યાચના કરી નથી.
* કોઈ પ્રશ્ન [તિથિ આદિ કે અન્ય કોઇ] હલ ન થાય ત્યારે પૂજ્ય પં. ભદ્રકરવિજયજી મહારાજ આગંતુકને કહેતા : કાંઈ વાંધો
પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ