Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 556
________________ પાલીતાણા અષાઢ વદ-૧ ૧૭-૭-૨૦૦૦, સોમવાર * લાંબા કાળ સુધી જીવો ધર્મ શાસન પામે, એ તીર્થ સ્થાપના પાછળ ભગવાનનું લક્ષ્ય છે. એ લક્ષ્ય પૂર્વના ત્રીજા ભવમાં જ નિર્ધારિત થયેલો હતો. જે આનંદ હું પામ્યો છું, તે બીજા પણ શા માટે ન પામે ? મારામાં આનંદ છે, તેમ સર્વ જીવોમાં પણ આનંદ છે જ, છતાં જીવો દુઃખમાં રહે, તે કેટલી કરુણતા ? હું સર્વને અંદર રહેલા આનંદના ખજાનાનો બોધ કરાવું - આવી ભવ્ય ભાવનાના યોગે ભગવાને તીર્થકર નામકર્મ બાંધ્યું છે. * આપણને આનંદ મેળવવાની ઇચ્છા થાય છે. તેનું કારણ આપણું મૂળભૂત સ્વરૂપ આનંદમય છે તે છે. અંદર આનંદ ન હોય તો આનંદની ઇચ્છા ન જ થાય. * આનંદ આપણી અંદરથી જ આવશે. પણ છતાં ગુરુ કે ભગવાન દ્વારા મળ્યો તેમ કહેવાય. તેમાં કૃતજ્ઞતા છે. * આનંદમય આપણે હોવા છતાં અત્યારે દુઃખી છીએ. કારણ કે અંદર રાગ-દ્વેષની આગ લાગી છે. આપણે સ્વભાવથી ખસીને વિભાવમાં વસ્યા છીએ. * આપણે બીજાને ક્યારે આપી શકીશું? જો આપણા જીવનમાં પ૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580