Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 559
________________ * જુઓ, ચાર મહિના આમ ચપટીમાં નીકળી જશે. સમય જરાય તમારી રાહ જોઇને બેસી નહિ રહે. એ તો સકતો જ રહેશે. સરકતો રહે તે જ સમય કહેવાય. અત્યારે તો દિવસ હજુ થોડો લાંબો છે. પણ પછી તો બહુ નાનો થતો જશે. તમારી પાસે જરાય સમય નહિ રહે. જો આ સમયનો સદુપયોગ ન કર્યો તો પશ્ચાત્તાપ સિવાય કશું નહિ બચે. * પૂ. હરિભદ્રસૂરિજીનો પ્રથમ પરિચય કરાવ્યો; પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે. વિ.સં.૨૦૧૩ માંડવી ચાતુર્માસ વખતે તેઓશ્રીનું કચ્છમાં આવવાનું થયું. તે વખતે મને ખાસ સલાહ આપેલી : જો તમને અધ્યાત્મમાં રુચિ હોય તો પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો જરૂર વાંચજો. ત્યારથી મેં એ વાંચવાની ગાંઠ વાળી. એ વાંચતો ગયો ને હૃદય નાચતું ગયું. ‘હા બળાહા હૈં હુંતા ।' એ શબ્દોને થોડા ફેરવીને એમ કહેવાનું મન થઈ જાય ઃ હરિભદ્રસૂરિજીના ગ્રંથો ન મળ્યા હોત તો અમારું શું થાત ? આ વખતે હરિભદ્રસૂરિ કૃત લલિતવિસ્તરા ગ્રન્થ પર વાચના રાખવાની છે. પૂ. પંન્યાસજી મ. સાથે બેડા ચાતુર્માસના ઉપધાન પ્રસંગે આ ગ્રન્થ પર વાચના રહેલી. પછી પણ અનેક વખત વાચના રહેલી છે. * ભગવાનની ભક્તિ હૃદયમાં આવ્યા પછી જો મૈત્રી ન જાગે તો જવાબદારી મારી. મૈત્રી જ નહિ, બધા જ ગુણો આવી જશે. સર્વ દોષોને ગાળનારી ને સર્વ ગુણોને લાવનારી પ્રભુ-ભક્તિ છે, એમ નિશ્ચિત માનજો. “ य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥” ૧-૪૬ યોગસાર યોગસારમાં ભગવાનને, સંસારને કાપવામાં વજ્ર-તુલ્ય અને સ્વતુલ્ય-પદવી-પ્રદ કહ્યા છે. એ એમને એમ નથી કહ્યા. ભગવાન આપણા હૃદયમાં આવીને ગુણોનું પ્રકટીકરણ અને દોષોનું ઉન્મૂલન કહ્યું, કલાપૂર્ણસૂરિએ - ૫૩૯ --

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580