Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નહિ. કાર્ય નથી થતું. કારણ કે આપણું પુણ્ય નબળું છે. હવે પુણ્ય વધારો. પુણ્ય વધશે તો પ્રશ્નો આપો આપ ઉકલશે.
પૂર્વ જન્મમાં નાગકેતુને તેની અપ૨માતાનો ત્રાસ હતો. તેના ઉપાયમાં તેના મિત્રે શું કહ્યું ? પુણ્ય વધાર. આયંબિલ કર. બધું સારું થશે.
નબળું પુણ્ય લઈને આપણે આકાશ જેટલી ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ. ઇચ્છાઓ પૂરી ન થતાં નિરાશ થઈ જઈએ છીએ. પોતાનું પુણ્ય કે પોતાની યોગ્યતા તરફ નથી જોતા. આથી દુઃખી - દુઃખી થઈ જઈએ છીએ. પુણ્ય વધારવાને બદલે બીજું-બીજું જ કાંઈ કરવા મંડી પડીએ છીએ.
પુણ્ય વધારો. અરિહંતને આરાધો. અરિહંતની આરાધનાથી પુણ્ય વધે છે. કારણ અરિહંતો પુણ્યના ભંડાર છે.
* નમસ્કાર કરનાર હું કોણ ? મારામાં શી તાકાત કે હું પ્રભુને નમસ્કાર કરું ? માટે જ ભગવાનની સ્તુતિ કરતાં ગણધરો કહે છે : નમોડસ્તુ | નમુત્યુમાંં | નમસ્કાર હો. ‘નમસ્કાર કરું છું'
એમ નહિ. આવા ઉપકારી પ્રભુને શી રીતે વીસરાય ? આવા ઉપકારી પ્રભુની ભક્તિમાં કંટાળો આવે ? મને તો કલાકો સુધી ન આવે. કારણ કે મારો તો દૃઢ વિશ્વાસ છે ઃ જે મળ્યું છે તે ભગવાન થકી જ મળ્યું છે. જે મળશે તે પણ ભગવાન થકી જ મળશે.
ભલે હું નબળો હોઉં... પણ મારા ભગવાન બળવાન છે... એમનું બળ મને કામ લાગશે. આવી શ્રદ્ધા ભક્તના હૃદયમાં સતત વહેતી રહે છે.
લલિત વિસ્તરા વાંચશો તો આ બધા પદાર્થો વ્યવસ્થિત સમજાશે.
ગઇકાલે દેવવંદન કર્યા તેમાં નમુન્થુણં કેટલીવાર આવ્યું ? કુલ ૩૦ નમ્રુત્યુણં આવ્યા. [આદિનાથ આદિ પાંચના બબ્બે ૧૦ + બીજા ૧૯ = ૨૯ અને ૧ શાશ્વત અશાશ્વતનું એમ 30]
-
=
કંઇક રહસ્ય હશે તો નમુથુણં વારંવાર આવતું હશે ને ? એનું રહસ્ય જાણવું હોય તો લલિત વિસ્તરા ગ્રન્થ વાંચવો જ રહ્યો.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ × ૫૩૩