Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૧૧ ૧૨-૭-૨૦૦૦, બુધવાર
સર્વ સૂરિ ભગવંતોનો સામૂહિક પ્રવેશ. [તળેટીમાં સામૂહિક ચૈત્યવંદન પછી...] પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી : [ચાતુર્માસઃ ખીમજીબેન ધર્મશાળા]
ઉપસTઃ સર્વ યત્તિ | ભગવાનની ભક્તિનો આ પ્રભાવ છે : ઉપસર્ગો ક્ષય પામી જાય, વિદ્ગોની વેલડીઓનું વિદારણ થઈ જાય અને ચિત્ત અત્યંત પ્રસન્ન બને.
પ્રસન્નતા એક માત્ર ભગવાન પાસેથી જ મળે છે, દુનિયાની કોઈ બજારમાંથી નહિ મળે. પ્રસન્નતા અને આનંદના ફૂવારા સમા દાદા અહીં બેઠા છે.
* દાદાની કૃપાથી સર્વ આચાર્ય ભગવંતોના પ્રવેશથી અહીં આનંદનો કેવો માહોલ જામ્યો છે ? જુદા-જુદા સમુદાયના આચાર્યો, સાધુઓ અહીં એકઠા થયા છે. પણ કોઈ જુદાપણું દેખાય છે ? ચિંતા નહિ કરતા. પાંચેય મહિના આવી જ રીતે શાંતિથી બધા કાર્યો થશે. ગચ્છાધિપતિ પૂજ્ય આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી ઃ
[ચાતુર્માસ-પન્નારૂપા] ૫૦૬ કહ્યું, કલાપૂર્ણસૂરિએ