Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* પ્રભુ પણ બોલે ત્યારે નયસાપેક્ષ બોલે. એક નયને આગળ કરી બીજાને ગૌણ કરીને બોલે. બધું એકી સાથે ન બોલે. બોલી પણ ન શકાય.
તમે નવપદના વર્ણનમાં જુઓ છો ને ? જે વખતે સમ્યગુદર્શનનો દિવસ હોય ત્યારે તેની મુખ્યતાએ વર્ણન થાય. સમ્યજ્ઞાન હોય ત્યારે તેની મુખ્યતાએ વર્ણન થાય. આમાં કોઈ નારાજ ન થાય. કોઈને એમ ન થાય : હું નાનો થઈ ગયો.
બે પગમાં જ જુઓને ! જ્યારે જમણો પગ આગળ હોય ત્યારે ડાબો પગ પાછળ રહે. ડાબો પગ આગળ હોય ત્યારે જમણો પગ પાછળ રહે. બન્ને વચ્ચે કોઈ ઝગડો નહિ.
આને જ ગૌણ અને મુખ્ય કહેવાય.
શ્રુતજ્ઞાનથી ભાવિત બનેલું મન કેવળજ્ઞાનથી પણ વધી જાય, એમ કહ્યું, એનો અર્થ એ કે આવું મન હોય તો જ કેવળજ્ઞાન મળે.
* ચંદાવિન્ઝયની હવે માત્ર પાંચ જ ગાથા બાકી રહી છે.
એમાં ખાસ ભલામણ છે : ગમે તેમ કરીને મૃત્યુમાં સમાધિ સાધવાની છે. આજે, અત્યારે જ મૃત્યુ આવી જાય તો પણ તૈયાર રહેવાનું છે. એ માટે નિઃશલ્ય બની ચારની શરણાગતિ સ્વીકારવાની છે, સર્વ જીવો સાથે ક્ષમાપના સાથે એકત્વ ભાવના ભાવવાની છે.
“ઉદ્ધ૩િમાવો સુ નીવો ઘુવો .” |09૭૦માં
દ્રવ્યશલ્ય [લોખંડની ખીલી કે કાંટો વગેરે.] તો આપણે તરત જ બહાર કાઢી નાખીએ છીએ, પણ ભાલશલ્ય માટે કોઈ વિચાર જ નથી આવતો. ભાવશલ્ય અંદર રહી ગયું તો સગતિ નહિ થાય.
મહાનિશીથમાં કહ્યું : હેજ ફેરફાર કરીને કે કોઈ બહાનું આગળ કરીને પણ તમે પ્રાયશ્ચિત્ત કરશો તો પણ આરાધક નહિ બની શકો.
આ માટે લક્ષ્મણા સાધ્વીજીનું દષ્ટાંત પ્રસિદ્ધ છે.
તમે છેદસૂત્રોના જ્ઞાતા હો તો પણ જાતે પ્રાયશ્ચિત લઈ શકો નહિ, અન્ય પાસે જ પ્રાયશ્ચિત થઈ શકે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પર