Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
परसक्खिआ विसोही, कायव्वा भावसल्लस्स ॥१७१॥
કુશળ પણ વૈદ પોતાના રોગનો પોતે જ ઇલાજ ન કરે, તેમ સાધુ પણ પોતે ઇલાજ ન કરે.
ગુરુ તો માતા-પિતા છે. એની પાસે કાંઈ પણ જણાવવામાં શરમ શાની ?
કોઈ યોદ્ધો જો પોતાનું સંપૂર્ણ શલ્ય બહાદુરીના અભિમાનથી ન જણાવે તો એ શલ્યરહિત બની શકે નહિ, તેમ અભિમાની વ્યક્તિ ગુરુને સંપૂર્ણ ન જણાવે તો શલ્યમુક્ત બની શકે નહિ.
શલ્યરહિત મુનિ મૃત્યુ-સમયે બેબાકળો નથી બનતો. શલ્ય ન કાઢવામાં આવે તો મૃત્યુ સમયે તે કાંટાની જેમ ખટકે છે, મન સમાધિમાં નથી લાગતું.
તમારી વાત જો તમે કોઈ કારણસર ગુરુને ન કહી શકતા હો તો ભગવાનને કહો, વનદેવતાને કહોએ સીમંધરસ્વામીને પહોંચાડે તેમ પ્રાર્થો, પણ મનમાં રાખીને સશલ્ય જીવન ન જીવો.
સશલ્યતા તમને શાંતિ નહિ આપે. જો શલ્ય રહી જશે તો સગતિ નહિ થાય. દેવગતિ મળશે પણ વ્યંતર કે ભવનપતિમાં જવું પડશે.
હમણાં જ ભગવતીમાં જમાલિ પ્રકરણમાં આવ્યું ઃ દેવ, ગુરુ, સંઘ, કુલ, ગણ વગેરેની આશાતના કરનારો કિલ્બષક દેવ બને
દોરા-ધાગા કરનારા સાધુઓને આભિયોગિક નિોકર] દેવ બનવું પડે છે.
* હમણા મેં ૧૦ માળાની વાત કરેલી. ગૃહસ્થોને આપણે પ્રેરણા આપીએ તો આપણે કશું નહિ કરવાનું?
પૂ. પં. ભદ્રકરવિજયજી મહારાજે બીજાને પ્રેરણા આપી તે પહેલા સ્વયં જીવનમાં નવકાર વણ્યો. [ગયો નહિ, પણ વણ્યો] ભાવિત બનાવ્યો. કેટલાય ક્રોડ નવકાર ગણ્યા હશે... એ ભગવાન જાણે. પછી તો નવકાર પર એટલું સૂક્ષ્મ ચિંતન કરતા કે એક
પ૨૮ જ કહ્યું,
લાપૂર્ણસૂરિએ