Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નમો' માં બધું ઘટાવી આપતા.
ઘણી વખત અનુભવની પાસે શાસ્ત્ર પાછળ રહી જાય. શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તેવી વાતો અનુભવમાં આવે.
શાસ્ત્ર તો માત્ર માર્ગદર્શક છે, પાટીયું છે. અનુભવ તો આપણે જ કરવો પડે.
ચિદાનંદજી, આનંદઘનજીના અનુભવો વાંચો. કયા શાસ્ત્રમાં આવ્યો ? એ નહિ પૂછી શકો.
વ્યવહારમાં પણ ગુલાબજાંબુ અને અમૃતીની મીઠાશમાં ફરક શો ? તમે શબ્દોથી કહી શકશો ? મૂંગો માણસ મીઠાઈનું વર્ણન તો ન કરી શકે, પણ બોલતો માણસ પણ બે મીઠાઈની મીઠાશમાં ફરક બતાવી શકશે ? એના માટે એ એટલું જ કહેશે : તમે ચાખો અને અનુભવો.
જ્ઞાનીઓની પણ આ જ દશા હોય છે.
શાસ્ત્રોનો અભ્યાસ પણ આખરે અનુભવ માટે કરવાનો છે. અનુભવ કહો કે સમાધિ કહો, એક જ વાત છે. સમાધિ પણ આખરે સાધન છે. તે દ્વારા આખરે આત્મા સાધવાનો છે.
શાસ્ત્રોમાં પણ અટકી નથી જવાનું – અનુભવ સુધી પહોંચવાનું છે. એ હું કહેવા માંગું છું. પણ ખાસ કાંઈ રુચિ નથી જોતો, એનું હૃદયમાં દર્દ છે.
અહીં આટલા મહાત્માઓ ભેગા થયા છે તો સ્વ-સ્વનો અનુભવ જણાવજો. કાંઈ છૂપાવી નહિ રાખતા.
- પૂ. મુનિ શ્રી ધુરંધરવિજયજી : આપ કહો જ છો ને ? આખરે માર્ગ તો એક જ છે. જે પામી ગયેલો તે બોલે થોડો ?
જિનહી પાયા, તિની છિપાયા.” પૂજ્યશ્રી ઃ બધી વાતો સાપેક્ષ હોય છે. હકીકત એ છે કે અનુભવ છુપાયો રહેતો નથી. એ તો મેરુ છે. કઈ રીતે ઢાંકી શકશો ? એ તો ચન્દ્રહાસ તલવાર છે. એને તમે કઈ મ્યાનમાં રાખશો ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે પ૨૯