Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એ શબ્દો સાંભળતાં જ ચિલાતીપુત્ર ચિંતનમાં સરકી પડ્યો : આ જૈન મહાત્મા કદી જૂઠું તો ન જ બોલે. નક્કી એમણે મારે યોગ્ય જ શબ્દ આપ્યા છે. મારે આના પર ચિંતન કરવું જોઈએ. ત્રણ શબ્દોના ચિંતનથી તો તેનું જીવન આમૂલ-ચૂલ બદલાઈ ગયું.
+ અગ્નિમાં ઠંડક મળે તો ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે. રાગદ્વેષથી ભરેલા ગૃહસ્થજીવનમાં શાંતિ મળે તે વાતમાં કોઇ માલ
નથી.
સમ્યગદષ્ટિ જીવ સંસારમાં રહે ખરો, પણ એના મનમાં સંસાર ન રહે. તપેલા લોખંડના ગોળા પર પગ મૂકવા પડે તો માણસ કેવી રીતે મૂકે? તે રીતે સમ્યગ્દષ્ટિ સંસારની પ્રવૃત્તિઓ કરતો હોય છે.
ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. સંસારમાં રહ્યા પણ મનમાં સંસાર ન્હોતો.
ભરતજી મનમેં હી વૈરાગી
પૂર્વભવમાં બાહુ નામના સાધુ હતા, ૫૦૦ સાધુઓની ઉગ્ર સેવા કરેલી. એના પ્રભાવે આ જન્મમાં અનાસક્તિપૂર્વકની ચક્રવર્તીની ઋદ્ધિ મળેલી. એમને એમ આરીસાભુવનમાં કેવળજ્ઞાન નથી મળ્યું.
* હન્ટર શરીરને લાગે, પણ વેદના આત્માને થાય. જમવામાં જગલો કુટાવામાં ભગલો !
શરીર પાછળ પાગલ બનેલા આપણે આત્માનો કોઈ વિચાર કરતા નથી. * “તુમતિ નામ સવૅવ = દંતબંતિ મસિ”
- આચારાંગ... “જેને મારે છે તે તું જ છે.”
બીજાનું મૃત્યુ નીપજાવનારો ખરેખર તો પોતાના જ ભાવિ મૃત્યુઓ તૈયાર કરે છે. એક પણ જીવનું તમે મૃત્યુ નીપજાવ્યું એટલે ઓછામાં ઓછા દસ મૃત્યુ તમારા નિશ્ચિત થયા.
આ રીતે દરેક જન્મમાં આપણે બીજા જીવોને દુઃખી ખૂબ બનાવ્યા છે. ખરેખર તો સુખી બનાવવા જોઇએ, કારણ કે દરેક
પ૧૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ