Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ત્યારે મન સાધવું કેટલું અઘરું છે ? તે ખ્યાલમાં આવશે. આવું દુર્જય મન એક માત્ર પ્રભુના ચરણોમાં જોડવાથી જ સ્થિર થાય છે. મનની સ્થિરતા માટે મોહ ત્યાગ જોઈએ. મોહ ત્યાગ માટે જ્ઞાન જોઈએ. માટે જ જ્ઞાનસારમાં સ્થિરતા પછી મોહત્યાગ અને તે પછી જ્ઞાનાષ્ટક મૂક્યું છે.
મનનું પણ વીર્ય હોય છે. ઘણીવાર નબળા શરીરવાળાનું પણ મન અતિદઢ હોય છે. કારણ કે એનું મનોવીર્ય ખૂબ જ જોરદાર હોય છે. ઘણા હૃષ્ટપુષ્ટ માણસો પણ મનના નબળા હોય છે. કારણ કે મનોવીર્ય ખૂબ જ નબળું હોય છે.
અડિયલ ઘોડા કરતાં પણ વધુ તોફાની આ મનને પ્રભુમાં લગાવો.
આમ કરશો તો આત્મવીર્ય પુષ્ટ થશે. ફલતઃ આત્મતૃપ્તિ મળશે.
સંસારની ધન, સત્તા વગેરેથી મળતી તૃપ્તિ મિથ્યા છે. ઘણા કહેતા હોય છે ઃ અમને લીલા લહેર છે. મકાન-દુકાન છોકરા વગેરે બધું બરાબર છે.
આ તૃપ્તિ સ્વપ્ન જેવી જૂઠી છે, માની લીધેલી છે. આત્મ-વીર્યને વધારનારી તૃપ્તિ જ સાચી છે.
ઉપવાસનું પારણું થતાં જ એક તાજગી અનુભવાય છે. આ શરીરની તૃપ્તિ છે. તેમ ક્યારેક પ્રભુ-ભક્તિ આદિથી આત્મ-તૃપ્તિ અનુભવાય છે.
આપણું આત્મવીર્ય એટલું નબળું છે કે મન-વચન-કાયા પાસે આપણું કશું ચાલતું નથી. આત્મા લાચાર બનીને તોફાને ચડેલા ત્રણેય યોગોને જોઈ રહ્યો છે. ઘોડા આમ તેમ ભટકી રહ્યા છે. ઘોડેસવાર લાચાર છે.
ખરી કરુણતા એ છે કે આ લાચારી સમજાતી પણ નથી. લાચારી સમજાય તો તે દૂર કરવાનું મન થાય ને ?
પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ